નવી દિલ્હી :મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપા નેતા બાબુલાલ ગૌરનું આજે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. ગત કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના પરિસ્થિતિ બહુ જ નાજુક હતી અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.


વડોદરા : શહીદ સંજય સાધુનો દેહ ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લાવવામાં આવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યે બાબુલાલ ગૌરનો પાર્થિવ દેવ તેમના ઘરથી બીજેપી કાર્યાલય લઈ જવામાં આવશે. તેમનો પાર્થિ દેહ બપોરે 12 વાગ્યા બીજેપી કાર્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોરે જ ભોપાલના સુભાષ નગર વિશ્રામ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરાશે. 


અમદાવાદ : મોડી રાત્રે કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ વહેલી સવારે પણ કાબૂમાં ન આવી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વિટર પર લખ્યું કે, બાબુલાલ ગૌરનું લાંબુ રાજનીતિક જીવન જનતા-જર્નાદનની સેવા માટે સમર્પિત હતું. જનસંઘના સમયથી જ તેમણે પાર્ટીને મજબૂત અને લોકપ્રિય બનાવવા માટે મહેનત કરી હતી. મંત્રી અને મુખ્યમંત્રીના રૂપમાં મધ્યપ્રદેશના વિકાસ માટે કરવામાં આવેલ કાર્ય માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમએ લખ્યું કે, બાબુલાલ ગૌરના નિધનથી દુખ થયું છે. ઈશ્વર શોર સંતપ્ત પરિવારને દુખના આ સમયમાં ધૈર્ય અને બળ પ્રદાન કરે. ઓમ શાન્તિ. 


પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરના ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું, જેને કારણે તેમની હાલત બહુ જ ગંભીર હતી. પૂર્વ મુખ્યમંત્રીની હાલત વિશે જાણ્યા બાદ અનેક નાના-મોટા નેતાઓ, મંત્રીઓ અને તેમના પરિચીતો તેમની હાલત જાણવા માટે હોસ્પિટલ પહોંચી ગયા હતા. ગત ગુરુવારે પણ મુખ્યમંત્રી કમલનાથ બાબુલાલ ગૌરની તબિયત જાણવા માટે નર્મદા હોસ્પિટલ પહોંચ્યા હતા. ગત શુક્રવારે પણ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ હોસ્પિટલ પહોંચીને તેમના હાલચાલ પૂછ્યા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :