`હું ક્રિકેટ નહીં જોઉં`, કોંગ્રેસના મુસ્લિમ નેતાએ ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ
Former Congress MLA Tauseef Alam: કિશનગંજના બહાદુરગંજથી ધારાસભ્ય રહેલા તૌસીફ આલમે ફેસબુક પર લખ્યુ કે હું ત્યાં સુધી ક્રિકેટ નહીં જોઉં, જ્યાં સુધી ઈન્ડિયન ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થઈ જાય.
કિશનગંજઃ ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની પસંદગીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય તૌસીફ આલમે અલગ એંગલ આપ્યો છે. તેમણે પસંદગીકારો પર નારાજગી વ્યક્ત કરતી ટીમની પસંદગીને લઈને સવાલ ઉઠાવ્યા છે. તૌસીફ આલમે ફેસબુક પર લખ્યુ છે કે હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થાય. તેમણે લખ્યું કે સોમવારે ટી20 વિશ્વકપ માટે ઈમ ઈન્ડિયાની પસંદગી થઈ. પસંદગીકારોના નિર્ણયથી હું હેરાન છું. તે આગળ લખે છે કે શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું.
તેમણે ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે, ક્રિકેટની દુનિયામાં હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ઈન્ડિયન ટીમમાં નિષ્પક્ષ સિલેક્શન ન થઈ જાય. આજે ટી20 વિશ્વકપના પસંદગીકારોથી હેરાન છું. મોહમ્મદ શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું. આ ફેસબુક પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પોસ્ટની કોમેન્ટમાં ઘણા લોકો નેતાનું સમર્થન કરી રહ્યાં છે. આ પહેલા તેમણે સ્વર કોકિલા ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું- લતા મંગેશકર મુસ્લિમ બની ગયા હતા. આ પોસ્ટ પર પણ ખુબ વિવાદ થયો હતો.
આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, બે સ્ટાર બોલરની વાપસી
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
ઉલ્લેખનીય છે કે 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતે ટીમ જાહેર કરી દીધી છે. ટી20 વિશ્વકપ માટે ટીમ આ પ્રકારે છે. રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ. રિઝર્વ ખેલાડીઓ- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube