પંજાબની પુત્રીથી યુપીના વહુ બનવા સુધી આવું રહ્યું શીલા દીક્ષિતનું જીવન...
દિલ્હીમાં વિકાસને એક અનોખા આયામ સુધી પહોંચાડનારા પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થઇ ચુક્યું છે. રાજધાનીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં તેમણે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીદા હતા.
નવી દિલ્હી : દિલ્હીમાં વિકાસને એક અનોખા આયામ સુધી પહોંચાડનારા પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થઇ ચુક્યું છે. રાજધાનીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં તેમણે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીદા હતા. તેમના નિધન અંગે વડાપ્રદાનમોદી સહિતનાં અનેક વરિષ્ઠ રાજકીય નેતાઓ શોક વ્યક્ત કરી ચુક્યા છે. શીલા દીક્ષિતને 3.15 વાગ્યે કાર્ડિઆક અરેસ્ટ (હૃદય ધબકતુ બંધ થવું) થયું. જેના કારણે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 3.54 વાગ્યે તેમનું નિધન થઇ ગયું. તેઓ દિલ્હીના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા. 15 વર્ષના કાર્યકાળમાં દિલ્હીનો કાયાકલ્પ કરવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે. તેમના કુશળ નેતૃત્વ અને અનુભવથી તેમણે પાર્ટીને દિલ્હીમાં એક અનોખા આયામ સુધી પહોંચાડી હતી.
શીલા દીક્ષિતનો એક પરિચય
શીલા દીક્ષિતનું જીવન અનેક રાજ્યોમાં વિત્યું હતું. તેમનો જન્મ પંજાબના કપુરથલામાં 31 માર્ચ, 1938નાં રોજ થયો હતો. જો કે તેમનો અભ્યાસ દિલ્હીમાં થયો. દિલ્હીનાં જીસસ એન્ડ મેરી સ્કુલમાં તેમણે શરૂઆતી અભ્યાસ કર્યો. ત્યાર બાદ મિરાંડા હાઉસ ખાતેથી તેમણે માસ્ટર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
ભાગ્ય સાથ ન આપે, સમય જો ખરાબ ચાલતો હોય તો પહેરો હળદરની માળા, થશે આ ફાયદા
શીલા દીક્ષિત યુવાવસ્થાથી જ રાજનીતિમાં રસ લેતા હતા. તેમના લગ્ન ઉન્નાવનાં રહેવાસી કોંગ્રેસ નેતા ઉમાશંકર દીક્ષિતનાં આઇએએસ પુત્ર વિનોદ દીક્ષિત સાથે થયા હતા. વિનોદ સાથે તેમની મુલાકાત દિલ્હી યુનિવર્સિટીનાં ઇતિહાસના અભ્યાસ દરમિયાન થઇ હતી. તેમને યુપીના વહુ પણ કહેવામાં આવે છે.
શીલા દીક્ષિતે રાજનીતિ પોતાના સાસરા પાસેથી શીખી હતી. ઉમાશંકર દીક્ષિત કાનપુર કોંગ્રેસમાં સચિવ હતા. પાર્ટીમાં ધીરે ધીરે તેમની સક્રિયતાવ ધતી ગઇ અને તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂનાં નજીકના વ્યક્તિઓ પૈકી એક મનાવા લાગ્યા. જ્યારે ઇંદિરા ગાંધી વડાપ્રધાન બન્યા તો ઉમાશંકર દીક્ષિત દેશનાં ગૃહમંત્રી હતા. સસરાની સાથે સાથે શીલા પણ રાજનીતિમાં ઉતરી ગયા. એક દિવસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમના પતિનું હાર્ટ એટેકનાં કારણે મોત નિપજ્યું. 1991માં સાસરાનાં મોત બાદ શીલાએ તેમનો વારસાને સંપુર્ણ રીતે સંભાળી લીધો હતો. તેમનાં બે બાળકો સંદીપ અને લતિકા પણ છે.
શીલા દીક્ષિત ઝડપથી ગાંધીપરિવારનાં વિશ્વાસપાત્ર વ્યક્તિઓ પૈકી એક બની ગયા. જેનું તેમને ઇનામ પણ મળ્યું. તેઓ 1984માં કન્નોજથી લોકસભા ચૂંટણી લડ્યા અને સંસદમાં પહોંચ્યા. રાજીવ ગાંધી કેબિનેટમાં તેમને સંસદીય કાર્યમંત્રી તરીકે સ્થાન મળ્યું. ત્યાર બાદ તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી પણ બન્યા હતા.
રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. 1998માં તેમને દિલ્હી પ્રદેશ કોંગ્રેસનાં ચીફ બનાવવામાં આવ્યા. ત્યારે પણ કોંગ્રેસની સ્થિતી નબળી હતી. કોંગ્રેસની ટિકિટ પર તેઓ પૂર્વી દિલ્હીમાં ચૂંટણી મેદાન પર ઉતર્યા. જો કે ભાજપનાં લાલ બિહારી તિવારીસામે તેઓ હારી ગયા. ત્યાર બાદ દિલ્હીમાંયોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે જોરદાર જીત પ્રાપ્ત કરી અને તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા.
2013માં તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સામે પરાજીત થવું પડ્યું. પરાજય બાદ તેઓ રાજનીતિમાંથી એક પ્રકારે નિવૃત થઇ ગયા હતા. તેમને કેરળનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા. જો કે 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ તેમણે રાજીનામુ આપી દીધું અને દિલ્હી પરત ફરી ગયા હતા.
જો કે દિલ્હી પરત ફર્યા બાદ પણ તેમણે દમદાર ભુમિકા નિભાવી અને કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીનો વિશ્વાસ પ્રાપ્ત કરતા તેમણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસની કમાન સંભાળી હતી. 2019 લોકસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઇચ્છતા હતા કે કોંગ્રેસ અને આપનું ગઠબંધ થાય. પરંતુ શીલા દીક્ષિતે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો અને આખરે તેમનું જ ચાલ્યું અને આપ સાથે ગઠબંધન થયું નહી.