નવી દિલ્હી : દુર્ઘટનાને કારણે મુશ્કેલ સ્થિતીનો સામનો કરી રહેલ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી જેકબ માર્ટિનનાં પરિવારે તેની સારવાર માટે ફંડ એકત્ર કરવાની અપીલ કરી છે. માર્ટિનની વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેને ગત વર્ષે ડિસેમ્બરમાં અકસ્માત થયો હતો જેનાં કારણે તેને ફેફસા અને લીવરમાં ઇજા થઇ હતી. બીસીસીઆઇ દ્વારા તેની સારવાર માટે પહેલા જ 5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ક્રિકેટ સંઘ (BCA) દ્વારા પણ ત્રણ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. બીસીસીઆઇ અને બીસીએનાં પૂર્વ સચિવ માર્ટીનનાં પરિવારની મદદ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચારો અનુસાર જેકબની પત્નીએ બીસીસીઆઇનાં સીઇઓ રાહુલ જોહરીને પત્ર લખીને કહ્યું હતું કે, કાલથે તેમણે મિ. માર્ટિનને દવા આપવાનું બંધ કરી દીધું છે. તે વેંટિલેટર પર છે. હું તમને અપીલ કરુ છું કે અમારી ઝડપથી મદદ કરો, જેથી હું તેમનો જીવ બચાવી શકું. ઇમરજન્સીનાં કારણે હું અપીલ કરૂ છું કે તમે સ્ટર્લિંગ હોસ્પિટલનાં બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવો.

કોલકાતના અંગ્રેજી અખબાર ટેલિગ્રાફે પટેલનાં હવાલાથી લખ્યું છે, જ્યારે મને એક્સિડેન્ટ અંગે માહિતી મળી તો હું માર્ટિનનાં પરિવારની મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મે કેટલાક લોકો સાથે વાત કરી જેમાં સમરજીત સિંહનો સમાવેશ થાય છે. તેમણે એક લાખ રૂપિયાની મદદ કરી સાતે જ પાંચ લાખ રૂપિયા એકત્ર કર્યા. તેમણે કહ્યું કે, હોસ્પિટલનું બિલ પહેલાથી જ 11 લાખ રૂપિયાની પાર પહોંચી ચુક્યું છે. અને એક સમયે હોસ્પિટલે પણ દવાઓ આપવાનુ બંધ કરી દીધું હતું. બીસીસીઆઇએ ત્યાર બાદ પૈસા મોકલ્યા અને ત્યાર બાદ સારવાર ચાલુ થઇ. 


માર્ટિન ભારત માટે 1999 થી 2001 સુધી 10 વનડે રમ્યા છે, જેમાં તેમની સરેરાશ 22.57 રહી હતી. સ્થાનિક ક્રિકેટમાં તેમણે વડોદરા અને રેલ્વેનું પ્રતિનિધિત્વ કર્યું છે. માર્ટિને 1999માં વેસ્ટ ઇન્ડીજ વિરુદ્ધ સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારત માટે પહેલી વન ડે રમી હતી. માર્ટિનની કેપ્ટન્સીમાં વડોદરા 2000-2001 સીઝનમાં રણજી ટ્રોફી પણ જીતી ચુક્યા છે.