નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દિનેશ મોંગિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. દિનેશ મોંગિયા ક્રિકેટ બાદ હવે રાજનીતિની પીચ પર હવેથી ભાજપ માટે બેટિંગ કરતા જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દિનેશ મોંગિયાએ 17 સપ્ટેમ્બર 2019ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. દિનેશ મોંગિયા ટીમ ઈન્ડિયામાં એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં પસંદ કરાયા હતા. તેઓ લેફ્ટ હેન્ડના બેટ્સમેન અને સ્પિન બોલર હતા. દિનેશ મોંગિયા 2003માં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ સક્વોર્ડનો ભાગ હતા. 


લગભગ 5 વર્ષ સુધી દિનેશ મોંગિયાએ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી. દિનેશ મોંગિયાએ ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2001માં પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. નોંધનીય છે કે દિનેશ મોંગિયાએ કરિયરમાં 57 મેચ રમી છે. જેમાં તેમણે 1230 રન કર્યા. આ ઉપરાંત બોલિંગ કરી અને 14 વિકેટ પણ લીધી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube