પત્ની સાથે લંડન ભાગવાની ફિરાકમાં હતા ગોયલ, એરપોર્ટ પર ધરપકડ
જેટ એરવેઝનાં પૂર્વ ચેરમેન નરેશ ગોયલ પોતાની પત્ની સાથે લંડન જવાની ફિરાકમાં હતા. ત્યારે મુંબઇ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગનાં અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા અને બંન્નેને કસ્ટડીમાં લઇ લેવાયા છે. નરેશ ગોયલ અને તેમની પત્નીને દેશ છોડતા અટકાવી દેવાયા હતા. નરેશ ગોયલ વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇશ્યું કરવામાં આવેલી છે. રિપોર્ટ અનુસાર નરેશ ગોયલ અને અનીતા ગોયલ એમિરેટ્સ ફ્લાઇટથી લંડન જઇ રહ્યા હતા. તેમને વિમાન ટેક ઓફ માટે તૈયાર હતું. તમામ આ ફ્લાઇટને અટકાવી અને તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા.
મુંબઇ : જેટ એરવેઝનાં પૂર્વ ચેરમેન નરેશ ગોયલ પોતાની પત્ની સાથે લંડન જવાની ફિરાકમાં હતા. ત્યારે મુંબઇ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગનાં અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા અને બંન્નેને કસ્ટડીમાં લઇ લેવાયા છે. નરેશ ગોયલ અને તેમની પત્નીને દેશ છોડતા અટકાવી દેવાયા હતા. નરેશ ગોયલ વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇશ્યું કરવામાં આવેલી છે. રિપોર્ટ અનુસાર નરેશ ગોયલ અને અનીતા ગોયલ એમિરેટ્સ ફ્લાઇટથી લંડન જઇ રહ્યા હતા. તેમને વિમાન ટેક ઓફ માટે તૈયાર હતું. તમામ આ ફ્લાઇટને અટકાવી અને તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા.
જેટ એરવેઝ સંકટ મુદ્દે બે તપાસ એઝન્સીઓ નરેશ ગોયલની ભુમિકાની તપાસ કરી રહ્યા છે. આ એજન્સીઓ છે સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) અને ઇડી (ED). હાલમાં જ જેટ એરવેઝમાં આર્થિક સંકટ પેદા થયું હતું. જેના કારણે કર્મચારીઓનાં પગાર પણ અટકી ગયા હતા. ત્યાર બાદ આ કંપનીએ પોતાની તમામ ઉડ્યનો બંધ કરી દીધી હતી અને કંપનીના અનેક ટોપના અધિકારીઓ રાજીનામા ધરી ચુક્યા છે.