કલકતા: પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન થઇ ગયું છે. લાંબા સમયથી બિમારીથી પીડાતા સોમનાથ ચેટર્જી 89 વર્ષના હતા. સોમવારે તેમણે સવારે 8:15 વાગે અંતિમ શ્વાસ લીધા. તે થોડા દિવસોથી કલકત્તાના એક હોસ્પિટલમાં વેંટિલેટર સપોર્ટ પર હતા. સોમનાથ ચેટર્જી 2004 થી 2009 સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા છે. સોમનાથ ચેટર્જીને કિડની સંબંધી પરેશાની થયા બાદ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં તબિયત બગડતાં 28 જૂનના રોજ કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત 10 ઓગસ્ટના રોજ ફરીથી બગડતાં તેમને ફરીથી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. વર્ષ 2008માં માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટી (માકપા)એ સોમનાથ ચેટર્જીને પાર્ટીમાંથી કાઢી દીધા હતા. 


સોમનાથે ચેટર્જી સાથે સંકળાયેલી વાતો:


  • સોમનાથ ચેટર્જીનો જન્મ 25 જુલાઇ 1929માં થયો હતો. તેમના પિતા બંગાળી બ્રાહ્મણ એનસી ચેટર્જી અને વીણાપાણિ દેવી હતા. તેમણે પોતાનો અભ્યાસ કલકત્તા અને બ્રિટનમાં કર્યો. આ ઉપરાંત તેમણે કલકત્તાની પ્રેસિડેંસી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 

  • સોમનાથ ચેટર્જીએ બ્રિટનમાં લોનો અભ્યાસ કર્યા બાદ કલકત્તા હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને ત્યારબાદ રાજકારણમાં પોતાનો પગ મુક્યો. તેમણે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત અધિકવક્તા તરીકે કરી હતી. 

  • તે વર્ષ 1968માં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા. ત્યાંથી તેમના રાજકીય કેરિયરની અસલી શરૂઆત થઇ. ત્યારબાદ ચેટર્જીએ પહેલીવાર 1971માં લોકસભા ચૂંટણી જીત્યા. વર્ષ 2004માં 14મી લોકસભામાં દસમી વખત ચૂંટાયા. 

  • 4 જૂન 2004ના રોજ જ્યારે તે 14મી લોકસભાના અધ્યક્ષના રૂપમાં ચૂંટાયા તો તેમના નામ પર પ્રસ્તાવ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુક્યો, જે સર્વસંમત્તિથી સ્વિકાર કરી લેવામાં આવ્યો અને શ્રી સોમનાથ ચેટર્જી નિર્વિરોધ અધ્યક્ષ ચૂંટાયા.