મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપની સરકાર બનતી નક્કી છે. તેની ખુશી ભાજપમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. રાજકીય હલચલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ તાજ પ્રેસિડેન્સી હોટલ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્યો રોકાયા છે. અહીં ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી. આ તકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યોએ અમારા મુખ્યમંત્રી કેવા હોય, દેવેન્દ્ર ફડણવીસ જેવા હોય, નારા લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે સરકાર બનાવવાને લઈને વાતચીત થઈ છે. તો ફડણવીસે એકનાથ શિંદે સાથે પણ ચર્ચા કરી છે. સૂત્રો પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે, ગુરૂવાર સુધી અમારી રણનીતિની રાહ જુઓ. 


માનવામાં આવી રહ્યું છે કે ફડણવીસ આગામી સરકારના મુખિયા હશે અને સરકારમાં શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે તેમના ડેપ્યુટી હશે. શિંદે જૂથના ઘણા ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે છે. તે માટે ભાજપ અને એકનાથ શિંદે જૂથ રણનીતિ બનાવી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube