કર્ણાટક: 600 કરોડનાં ગોટાળામાં જનાર્દન રેડ્ડીની ધરપકડ, 24 નવેમ્બર સુધી જેલ
જનાર્દન રેડ્ડી અને તેના સહયોગીએ એમ્બિડેંટ માર્કેટમાંથી 18 કરોડ રૂપિયાની કિંમતનું 57 કિલો સોનું ખરીદ્યું હતું
બેંગ્લોર : આશરે 600 કરોડના પોન્ઝી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ કેસમાં આરોપોનો સામનો કરી રહેલ ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીને બેંગ્લુરૂ પોલીસે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચે ધરપક઼ડ કરી લીધી છે. તેમના પર મની મની લોન્ડ્રિંગ અને મુખ્ય આરોપીની બિનકાયદેસર લેવડ દેવડમાં મદદ કરવાનો આરોપ છે. તેમના ઉપરાંત તેમના સાથી મહેફુઝ અલી ખાનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. રેડ્ડીને 14 દિવસની ન્યાયીક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે.
અગાઉ રેડ્ડીએ તપાસ અધિકારી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCB) એસ. ગીરીશને હટાવવાની અપીલ કરી હતી. રેડ્ડી શનિવારે એજન્સીની સામે રજુ થયા હતા. ક્રાઇમ બ્રાંચ પહેલાથી જ રેડ્ડીની ધરપકડ કરવા અંગે વિચારી રહ્યા હતા. સીપી આલોક કુમારના અનુસાર વિશ્વાસપુર્ણ પુરાવાઓ અને સાક્ષીઓના આધારે ધરપકડ કરવામાં આવી છે. પૈસા જપ્ત કરવામાં આવ્યા બાદ રોકાણકારોને પરત આપવામાં આવશે. ધરપકડ બાદ જનાર્દન રેડ્ડીને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા. અહીંથી તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા. કોર્ટે એમ્બિડેંટ ગ્રુપ સાથે જોડાયેલા આ કેસમાં રેડ્ડીની 24 નવેમ્બર સુધી કસ્ટડી માટે મોકલી અપાયા છે.
ક્રાઇમબ્રાંચની તપાસ પરથી જાણવા મળ્યું છે કે રેડ્ડી અને ખાનનાં એમ્બિડેંટ માર્કેટમાંથી 18 કરોડ રૂપિયાની કિંમતના 57 કિલો સોનું લીધું. આ સોનું પ્રવર્તન નિર્દેશાલય (ED)ના અધિકારીઓ પાસેથી એમ્બિડેંટના પ્રમોટર સૈયદ અહેમદ ફરીદને ઢીલ આપવાની વાત કરવાનું વચન લીધું હતું. ક્રાઇમ બ્રાંચે રેડ્ડી અને ખાનની રવિવારે પુછપરછ માટેની નોટીસ આપી હતી.
ગીરીશને હટાવવાની માંગ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું માનવું છે કે ગીરીશની વિરુદ્ધ તેમના એક્શન સાથે તેમની ઉતાવળણ દેખાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગિરીશને સીધી વાત કરવા અને સતર્કતાથી તપાસ કરવા માટે ઓળખવામાં આવે છે. તેમાં કોઇ પરેશાન નથી કે તપાસનાં વર્તુળમાં આવેલ રાજનેતા આવા અધિકારીને હટાવવાની વાત કરે. ગીરીશે ગત્ત 10 વર્ષમાં ઘણા દરોડા પાડ્યા છે અને અનેક નેતાઓની ધરપકડ કરી છે. એટલે સુધી કે સપ્ટેમ્બર 2011માં તેમણે પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા અને તેનાં જમાઇનાં ઘરે ઓફીસમાં દરોડો પાડ્યો હતો.