નવી દિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રો અનુસાર છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા 87 વર્ષીય ડૉ. મનમોહન સિંહની તબીયત ખરાબ થયા બાદ રવિવારે રાત્રે તેમને દેશની રાજધાની દિલ્હીની એમ્સમાં ખસેડવામાં આવ્યા હતા. એમ્સમાં સિંહને કાર્ડિયો થૈરાસિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૈલાશ માનસરોવર રોડ નિર્માણ અંગે ભારત નેપાળ વચ્ચે વિવાદ, કહ્યું વાતચીતથી આવશે ઉકેલ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નજીકના સુત્રોનું કહેવું છે કે, ચિંતાની કોઇ વાત નથી. મનમોહન સિંહનાં નજીકના સુત્રોએ જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત પર હાલ ડોક્ટર્સ સતત નજર રાખી રહ્યા છે. એમ્સના ડોક્ટર મનમોહન સિંહની સારવાર કરી રહ્યા છે.


સિક્કિમ પહેલા 5 મેના રોજ લદ્દાખમાં પણ ભારતીય જવાનો સાથે ચીનાઓએ કર્યું હતુ ઘર્ષણ

પૂ્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં અસ્વસ્થય હોવાની માહિતી બાદ મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે તેમના સ્વસ્થય થવાની કામના કરી છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કરીને કહ્યું કે, દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અસ્વસ્થ હોવાની માહિતી ળી. ઇશ્વર તેમને ઝડપથી સ્વસ્થ કરે તેવી કામના કરૂ છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube