નવી દિલ્હીઃ Manmohan Singh Corona Positive: પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વવનું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છે. અહીં રવિવારે 25 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા અને 161 લોકોના મૃત્યુ થયા હતા. 


88 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી કોરોના વાયરસની વેક્સિનના બન્ને ડોઝ લઈ ચુક્યા છે. એમ્સે એક નિવેદનમાં કહ્યુ કે, મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube