Bharat Ratna Award: દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ, આર્થિક સુધારાના જનક પીવી નરસિંહા રાવ અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન સન્માનથી નવાજવામાં આવશે. પીએમ મોદીએ આજે ટ્વીટ કરીને આ જાણકારી આપી. થોડા દિવસ પહેલા જ સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સનમાન આપવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોધરી ચરણ સિંહને ભારત રત્ન
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અતુલ્ય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના હક અને તેમના કલ્યાણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. યુપીના મુખ્યમંત્રી રહ્યા હોય કે પછી દેશના ગૃહમંત્રી એટલે સુધી કે એક વિધાયક તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને ગતિ આપી. તેઓ ઈમરજન્સીના વિરોધમાં પણ ડટીને ઊભા રહ્યા. આપણા ખેડૂત ભાઈ બહેનો માટે તેમનો સમર્પણ ભાવ અને ઈમરજન્સી દરમિયાન લોકતંત્ર માટે તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશને પ્રેરિત કરનારી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube