પૂર્વ રાષ્ટ્રપતિ APJ Abdul Kalam ના મોટા ભાઈનું નિધન, 104 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
પૂર્વ રાષ્ટ્રપતિ ડો એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયર (Mohammed Muthu Meera Lebbai Maraikayar) નું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન થયું છે.
નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયર (Mohammed Muthu Meera Lebbai Maraikayar) નું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન થયું છે. તેઓ 104 વર્ષના હતા. મીડિયા અહેવાલો પ્રમાણે મોહમ્મદ મુતુ ઉંમર સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. આ સિવાય તેમની એક આંખમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું. તેમણે આજે સાંજે 7 કલાક આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. તેમનું નિધન 27 જુલાઈ 2015ના મેઘાલયના શિલોન્ગમાં થયું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube