નાગપુર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે નાગપુર પહોંચેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરૂવારે સાંજે 5 વાગ્યે સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારની સ્મૃતી સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સરસંઘ ચાલક મોહન ભાગવતે પુર્વ રાષ્ટ્રપતિને ફૂલોનું બુકે ભેટમાં આપીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પુર્વ રાષ્ટ્રપતિએ હેડગેવારને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ આરએસએસનાં તૃતીય વર્ષ શિક્ષણ સમાપન સમારોહ પ્રસંગે કાર્યકર્તાઓનો સંબોધિત કરશે. પ્રણવ આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ છે. 
નાગપુરનાં રેશમબાગ મેદાન પર કાર્યક્રમ સાંજે 6.30 વાગ્યે ચાલુ થઇ ચુક્યો છે. સમાચાર છે કે આ કાર્યક્રમમાં પોતાનાં સંબોધન દરમિયાન મુખર્જી સંઘને કોઇ પણ પ્રકારની કોઇ પણ સલાહ નહી આપે.  એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પ્રણવ દાનાં ભાષણમાં રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા અને દેશપ્રેમનો ઉલ્લેખ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




Live અપડેટ


- પ્રણવ મુખર્જી, હું દેશભક્તિ અંગે બોલવા આવ્યો છું 
- હું આજે અહીં છું રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદ અંગે પોતાની સમજ અનુસાર તમને જણાવવા માટે પ્રસ્તુત થયો છું
- પ્રણવ મુખર્જી બોલ્યા કે સૌથી પહેલા સરસંઘચાલકનું અભિવાદન કર્યું. 
- સમગ્ર સમાજને આ માર્ગને પરખવો જોઇએ અને તેનો સાથ આપવો જોઇએ ભાગવત
- ભારતનો ઇતિહાસ  મહાજનપદ સાથે જોડાયેલો છે, સહિષ્ણુતા હિન્દુસ્તાનની શક્તિ છે
- અમારી એક્તા રંગ અને ધર્મની વિવિધતાને બચાવે છે, પરંતુ ભેદભાવ રાખશો તો દેશ પર ખતરો થસે. 
- તમામે કહ્યું કે, હિંદુ એક ઉદાર ધર્મ છે, 1800 વર્ષ સુધી ભારત શિક્ષણનું કેન્દ્ર રહ્યું
 - યૂરોપીય દેશોની રચા એક ભાષા એક રાષ્ટ્રનાં આધારે થયું 
- સહનશીલતા પણ ભારતની શક્તિ છે, અસહિષ્ણુતાથી અમારી રાષ્ટ્રીય એકતાની શક્તિને નુકસાન પહોંચે છે.
- ભેદભાવ અને નફરતથી ભારતની ઓળખને ખતરો છે, નેહરૂએ કહ્યું હતું તમામનો સાથ જરૂરી છે. 
- વિજયી હોવા છતા અશોક શાંતિના પુજારી હતા, 1800 વર્ષ સુધી ભારત જ્ઞાનનું કેન્દ્ર રહ્યુ. ભારતનાંદ્વારા તમામ માટે ખુલ્લા છે. 
- વિશ્વ માને છેકે  હિંદુ એક ઉદાર ધર્મ છે. હેનસાંગ અને ફ્હાને પણ હિંદુની વાત કરી છે. રાષ્ટ્રવાદ કોઇ પણ દેશની ઓળખ છે. દેશભક્તિનો અર્થ દેશની પ્રગતીમાં આસ્થા છે. 
- અહીં હું દેશભક્તિ સમજાવવા માટે આવ્યું છે. અહીં હું આપણા દેશની વાત કરવા માટે આવ્યો છું. 
- ઘણા સમય પહેલા કૌટિલ્યએ કહ્યું હતું કે, પ્રજાની ખુશીમાં જ રાજાની પ્રસન્નતા છુપાયેલી હોય છે. 
- પ્રજાનાં હિતમાં જ રાજાનું હિત હોય છે, પ્રજાની અચ્છાઇ રાજાની અચ્છાઇ હોય છે. 
- વિચારોમાં સમાનતા માટે સંવાદ ખુબ જ જરૂરી છે. વાતચીતથી દરેક સમસ્યાનું સમાધાન શક્ય છે. 
- શાંતિથી આગળ વધવાથી જ સમૃદ્ધી મળશે. 
- સહનશીલતા જ આપણા સમાજનો આધાર છે, આપણી તમામની ઓળખ ભારતીય છે
- આપણે વિવિધતામાં એકતા જોઇએ છીએ. તેમણે કહ્યું કે દરેક વિષય પર ચર્ચા થઇ જોઇએ. આપણે કોઇ વિચાર સાથે સમંત હોઇએ પણ ખરા નહી પણ
- પ્રણવ મુખર્જીએ કહ્યું કે, ભેદભાવ અને નફરતથી ભારતને ઓળખનો ખતરો છે. નેહરૂએ કહ્યું કે, તમામનો સાથ જરૂરી છે. 
- એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક સંવિધાન જ ભારતની ઓળખ છે
- ગાંધીજીએ કહ્યું કે રાષ્ટ્રવાદ હિંસક અને વિધ્વંસક ન હોવું જોઇએ.
- તમે યુવાન છો, તમારે શાંતિ સદ્ભભાવ અને ખુશાલી માટે કામ કરવું જોઇએ, આપણી માતૃભુમિને તેની જરૂર છે. 
- વિચારોની વિવિધતાને આપણે નકારી શકીએ નહી, આપણે અસંમત હોઇ શકીએ પરંતુ તેને ફગાવી શકીએ નહી
- વિવિધતા અને સહિષ્ણુતા ભારતની ઓળખ રહી છે, ધર્મનિરપેક્ષતા અમારા માટે આસ્થાનો મુદ્દો છે. 
- સરદાર પટેલે 565 રજવાડાને એક કર્યા, નેહરૂજીએ ભારત એક સંશોધનમાં રાષ્ટ્રવાદની નવી પરિભાષા ગણાવી
- ભારતનો ઇતિહાસ મહાજન પદ સાથે જોડાયેલો છે. સહિષ્ણુતા હિન્દુસ્તાનની શક્તિ છે.



- પ્રણવ મુખ્જીએ ડો. હેડગેવારને ભારત માંના સપુત ગણાવ્યા હતા. 


 



અગાઉ બુધવારે જ્યારે પ્રણવ મુખર્જી નાગપુર પહોંચ્યા, તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સહ સરકાર્યવાહક ભૈયાજીએ હવાઇ મથક પર તેમનું સ્વાગત કર્યું. તેમની સાથે નાગપુર મહાનગર સંઘચાલક રાજેશજી લોયા અને વિદર્ભ પ્રાંતના સહકાર્યવાહ અતુલ મોઘે પણ હાજર રહ્યા હતા. 
05.03 વાગ્યે આરએસએસ પ્રમુખમોહન ભાગવતે પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું
05.00 પ્રણવ મુખર્જી હેડગેવરનાં જન્મ સ્થલે પહોંચ્યા