કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીતે સોમવારે કોલકત્તામાં આયોજીત એક કાર્યક્રમમાં ટીએમસીનો ખેસ પહેરી લીધો છે. થોડા દિવસ પહેલા અભિજીતે ટીએમસીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે ટીએમસી તેમને જંગીપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડાવી શકે છે. મુખર્જી 2019માં જંગીપુર સીટથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીએમસી જોઇન કર્યા બાદ અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ જે રીતે હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે બીજી પાર્ટીઓના સમર્થનથી સમગ્ર દેશમાં આમ કરી શકશે.


Maharashtra: ભાજપના 12 ધારાસભ્ય એક વર્ષ માટે સસ્પેન્ડ, હોબાળો મચાવ્યો હોવાનો આરોપ


નકલી વેક્સિનેશન કેમ્પ પર કર્યો હતો મમતાનો બચાવ
હાલમાં કોલકત્તામાં નકલી વેક્સિનેશન કેમ્પનો મામલો સામે આવ્યો હતો. વિપક્ષે આ માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી પરંતુ અભિજીતે તેમનો બચાવ કર્યો હતો.પોતાના ટ્વીટમાં મુખર્જીએ લખ્યુ કે- કોઈ વ્યક્તિ વિશેષની ખોટી હરકત માટે પશ્ચિમ બંગાળ અને મમતા બેનર્જીને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. જો આમ છે તો વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદી સાથે જોડાયેલા મામલા માટે પ્રધાનંત્રી મોદીને જવાબદાર ઠેરવી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube