પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત લથડી, એમ્સમાં દાખલ કરાયા
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત વધુ લથડતાં એમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયથી બિમાર છે. વર્ષ 2008થી તેઓ જાહેર જીવનથી દૂર છે. એમની તબિયત વધુ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત વધુ બગડતાં એમને એમ્સમાં સારવાર માટે દાખલ કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેઓ લાંબા સમયથી બિમાર છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત વધુ લથડતાં એમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયથી બિમાર છે. વર્ષ 2008થી તેઓ જાહેર જીવનથી દૂર છે. એમની તબિયત વધુ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લે તેઓ 2015માં જાહેર ક્ષેત્રે દેખાયા હતા. જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જાતે એમને ઘરે જઇને ભારત રત્ન આપ્યો હતો.
તમને જણાવીએ કે અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. એમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી શિક્ષક હતા. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના આગરા જિલ્લાના બટેશ્વર ગામના રહેવાસી હતી. પરંતુ પિતાજી મધ્યપ્રદેશમાં શિક્ષક હોવાથી તેઓનો જન્મ મધ્યપ્રદેશમાં થયો હતો. જોકે ઉત્તરપ્રદેશ સાથે એમનો રાજકીય લગાવ ઘણો હતો. લખનૌથી તેઓ સાંસદ હતા.
અટલ બિહારી વાજપેયી ભારતીય રાજનીતિને એક નવા તબક્કામાં લાવ્યા હતા. તેમણે 20થી વધુ પાર્ટીઓનું ગઠબંધન બનાવીને બખૂબી રીતે સરકાર ચલાવી બતાવી હતી. બધાને સાથે લઇને એમણે જે સરકાર આપી હતી એ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ સમાન છે. એમણે સમગ્ર દુનિયાને ગઠબંધનના રાજકારણનો સિધ્ધાંત આપ્યો હતો.
રાજકીય ભૂકંપ સમાન ઘટનામાં વર્ષ 1996માં માત્ર એક મતને કારણે એમણે હારનો સામનો કરવો પડ્યો હતો અને છેવટે વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું. આ સરકાર માત્ર 13 દિવસ ચાલી હતી. બાદમાં એમણે વિપક્ષની ભૂમિકા બખૂબી રીતે નિભાવી હતી. ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ ફરીથી વડાપ્રધાન બન્યા હતા. રાજકીય સેવા વ્રતને કારણે તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે આજીવન અવિવાહિત રહેવાનો નિર્ણય લીધો હતો.
અટલ બિહારી વાજપેયીએ પોતાની રાજનીતિક કુશળતાથી ભાજપાને દેશમાં મુખ્ય પાર્ટીનો દરજ્જો અપાવ્યો હતો. બે ડઝન કરતાં પણ વધુ પક્ષોને એક કરીને એમણે એનડીએ સરકાર બનાવી હતી. આ સરકારમાં 80થી વધુ મંત્રીઓ હતા. જેને જમ્બો મંત્રીમંડળ પણ કહેવાતું હતું. જોકે આ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા.
અટલ બિહારી વાજપેયી 50થી વધુ વર્ષ કરતાં સમય રાજકારણમાં રહ્યા હતા. પરંતુ એમની પર કોઇ દાગ લાગ્યો નથી. દેશના યુવા નેતાઓ માટે તેઓ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. અટલ બિહારી વાજપેયી વિપક્ષમાં હતો તો પણ એ વખતની સરકારે એમની કામગીરીની પણ નોંધ લેવી પડતી હતી અને એમને વિશિષ્ટ સન્માન અપાયું હતું.