નવી દિલ્હી : કોંગ્રેસ સરકારમાં પૂર્વ કાયદા મંત્રી રહેલા હંસરાજ ભારદ્વાજે ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નેતા માનવાનો ઇન્કાર કરી દીધો. ભારદ્વારે  રાહુલ ગાંધી પર વ્યંગ કરતા  કહ્યુ કે હજી રાહુલ ગાંધી નેતા નથી. તેમણે તેને નેતા માનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમને જ્યા સુધી કોઇ પદ નહી મળે, તે નેતા નહી બની શકે. રાહુલ ગાંધી નેતા ત્યારે જ બનશે જ્યા સુધી જનતા તેમને નેતા બનાવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંસરાજ ભારદ્વાજે રાહુલ ગાંધીના મંદિર જવા અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, ધર્મના નામ તેઓ(રાહુલ) જે પણ કરે છે, તે ખોટુ જ થઇ જાય છે. ભારદ્વાજે કોંગ્રેસનાં સોફ્ટ હિંદુત્વ તરફ વળવા અંગે પણ કહ્યું કે, કોંગ્રેસનાં ફેલ થવું સૌથી મોટુ કારણ એ જ છે કે તેણે ધર્મના નામે રાજનીતિ શરૂ કરી. ભારદ્વાજે કહ્યું કે, વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને ઇંદિરા ગાંધીએ પણ ધર્મના નામે રાજનીતિ નથી કરી.



ભારદ્વાજે કહ્યું કે, રાહુલ ગાંધી હજી રાજનીતિ શીખી રહ્યા છે. હજી તેઓ નેતા નથી. જ્યારે જનતા તેમને સ્વિકાર કરીને નેતા બનાવશે, ત્યારે જ તેઓ નેતા ગણાશે. ઉલ્લેખનીય છે કે, હંસરાજ ભારદ્વાજ અગાઉ પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધી મુદ્દે આ પ્રકારનાં નિવેદનો આપી ચુક્યા છે. એપ્રીલ 2016માં જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતાત્યારે તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ હજી રાજનીતિ શિખવાની જરૂર છે. 2015માં ભારદ્વાજે કહ્યું હતું કે, ભાજપ સામે લડવા મુદ્દે કોંગ્રેસ ખુબ જ નબળું છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને અટકાવવા માટે કોંગ્રેસમાં જોઇએ તેટલી કાબેલિયત નથી. 

તેમણે 2015માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કહ્યું કે, રાહુલ જમીની હકીકતથી દુર છે. રાહુલ યુવાન અને અને તેમણે યુવાનોનું નેતૃત્વ કરવું જોઇએ, પરંતુ તે વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારદ્વાજ 2009થી 2014 સુધી યુપીએ-2નાં કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી હતા. તે ઉપરાંત રાજ્યસભા સાંસદ હોવાની સાથે સાથે જ તેઓ કર્ણાટક અને કેરળનાં ગવર્નર પણ રહી ચુક્યા છે.