નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે, બોર્ડે ત્રિપલ તલાક મુદ્દે યૂ-ટર્ન લીધો છે. ખાને આ નિવેદન એઆઇએમઆઇએમનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનાં તે નિવેદનમાં જવાબ આપ્યો છે જેમાં તેમણે કહ્યું કે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પાસેથી તેમને કોઇ જ આશા છે કે તેઓ ત્રિપલ તલાક કાયદાની વૈધાનિકતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ખાને પણ ઓવૈસીને સલાહ ફટકારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો હતો કે હિંદુ વ્યક્તિને એક વર્ષની સજા જ્યારે મુસ્લિમ વ્યક્તિને ત્રણ વર્ષની સજાનું પ્રાવધાન છે. એક દેશમાં બે કાયદા શા માટે ? આ અંગે ખાને ઓવૈસીને સલાહ આપતા કહ્યું કે, જો તેઓ સમાનતાની વાત કરતા હોય તો તેઓ સરકારને દેશનાં પ્રત્યેક નાગરિક માટે પારિવારિક કાયદાને લાગુ કરવા માટે કેમ નથી કહેતા. તેઓ કોમન સિવિલ કોડનું સમર્થન કરે. 


તમિલનાડુ: માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની અટકાયત
કર્ણાટક: સ્પીકરનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા 14 બળવાખોર ધારાસભ્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સમાચાર એજન્સી ANI ને આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, પર્સનલ લો બોર્ડે સૌથી પહેલા તો તલાકને ગુનાહ દમનકારી અને અન્યાયપુર્ણ ગણાવ્યું હતું. જો કે ત્યાર બાદ તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું. ખાને કહ્યું કે, આપણે એક લોકશાહી દેશમાં રહી છીએ. દરેક પાસે પોતાનું મંતવ્ય વ્યક્ત કરવાનો અધિકાર છે. તમારી પાસે સંસદમાં પાસ કાયદાની યોગ્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો અધિકાર છે પરંતુ મને ખબર નથી પડતી કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેણે સુપ્રીમ કોર્ટમાં શપથપત્ર આપીને વચન આપ્યું હતું કે તેઓ ત્રિપલ તલાકની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવશે, તેઓ હવે કોર્ટ કઇ રીતે જઇ શકે.


ઝેર ઓકતા ફારુક-ઉમર હવે રાજ લૂંટાતુ જોઇ PM પાસે પહોંચ્યા, 35A અંગે કરી ચર્ચા
તેમણે કહ્યું કે, તેઓ હવે ફરીથી સુપ્રીમ કોર્ટ વૈધાનિકતાને પડકારવા જઇ રહ્યા છે તો એવામાં પોતાનાં શપથપત્રની વાતોને કઇ રીતે સ્વિકાર કરશે. હું હવે જોવા માંગુ છું કે તેઓ હવે શું કહે છે. હું તેનું સ્વાગત કરુ છું. તેમણે કોર્ટ જવું જોઇએ. ખાન રાજીવ ગાંધી સરકારમાં મંત્રી હતા પરંતુ 1986માં મુસ્લિમ પર્સનલ લો બિલ અને ટ્રિપલ તલાક મુદ્દે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ખાને કહ્યું કે ડિવોર્સ એક સિવિલ મુદ્દો છે જ્યારે ટ્રિપલ તલાક ગુનાહિત કૃત્ય છે.