નવી દિલ્હીઃ RPN Singh Joins BJP: ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ આરપીએન સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે, પીએમ મોદીએ રાષ્ટ્રનિર્માણ માટે જે કર્યુ, તેનાથી હું પ્રભાવિત છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે આરપીએન સિંહ દિલ્હીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તથા દિનેશ શર્મા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ધર્મેન્દ્ર પ્રધાન અને અનિલ બલૂની જેવા નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના યૂપી પ્રદેશના પ્રવક્તા શશિ વાલિયા અને યૂપી કોંગ્રેસના પ્રદેશ સચિવ રાજેન્જ્ર અવાના પણ ભાજપમાં સામેલ થયા છે. 


ભાજપમાં જોડાયા બાદ આરપીએન સિંહે કોંગ્રેસને લઈને કહ્યુ- 32 વર્ષ સુધી હું એક પાર્ટીમાં રહ્યો. સંપૂર્ણ લગન સાથે મેં કામ કર્યુ, પરંતુ તે પાર્ટી હવે તેવી નથી રહી, જેમાં મેં કામ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે જો દેશમાં રાષ્ટ્ર નિર્માણ કરવું છે અને દેશને આગળ વધારવો છે તો હું એક નાના કાર્યકર્તાની હેસિયતથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને પૂરા કરવા માટે જે પણ પ્રયાસ હશે તે અવશ્ય કરીશ. 


યુએનના સભ્ય દેશોને એન્ટી હિન્દુ, એન્ટી બૌદ્ધ અને એન્ટી શીખ ફોબિયા પર ધ્યાન આપવાની જરૂરિયાત: ટી. એસ. તિરૂમૂર્તિ  


કેવી રહી કોંગ્રેસમાં સિંહની સફર?
સિંહ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, અત્યાર સુધી કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને ઝારખંડના પ્રભારી તરીકે સેવા આપી રહ્યા હતા. આરપીએન સિંહ કેન્દ્રમાં મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હતા. તેઓ 2009-2014 સુધી ઉત્તર પ્રદેશની કુશીનગર લોકસભા બેઠક પરથી સાંસદ હતા. આ પહેલા તેઓ ઘણા વર્ષો સુધી પડરૌના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પણ હતા. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube