Sharad Yadav Died: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, પુત્રીએ આપી જાણકારી
Sharad Yadav Died: દિગ્ગજ સમાજવાદી નેતા શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ Sharad Yadav Died: દિગ્ગજ સમાજવાદી નેતા શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે ગુરૂવારે નિધન થયું છે. તેમના પુત્રી સુભાષિણી યાદવે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. તેણે લખ્યું- પાપા નથી રહ્યાં. યાદર ચાર વખત બિહારના મધેપુરા સીટથી સાંસદ રહ્યાં છે. જાણકારી અનુસાર ગુરૂવારે રાત્રે 9 કલાકે ફોર્ટિસ હોસ્પિટલમાં શરદ યાદવનું નિધન થું છે. જેડીયૂના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષના નિધન બાદ બિહારના રાજકીય વર્તુળમાં શોકની લહેર દોડી ગઈ છે.
તેમણે જેડીયૂમાંથી વર્ષ 2016માં રાજીનામુ આપ્યા બાદ પોતાની પાર્ટી બનાવી હતી. ત્યારબાદ પાર્ટીનો રાષ્ટ્રીય જનતા દળમાં વિલય કરી દીધો હતો. તેમના પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube