નવી દિલ્હી : ઉતરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીનું ગુરૂવારે બપોરે નિધન તઇ ગયું. તેમણે દિલ્હીનાં સાકેત ખાતેની મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 92 વર્ષનાં હતા. 18 ઓક્ટોબર 1925નાં તત્કાલીન યૂનાઇટેડ પ્રોવિંસમાં નૈનીતાલ પાસે બાલૂટી ગામમાં તિવારીનો જન્મ થયો હતો. આજે આ ગામ ઉતરાખંડનાં નૈનિતાલમાં આવેલ છે. નારાયણ દત્ત તિવારીનાં પિતા પૂર્ણાનંદ તિવારી વન વિભાગમાં અધિકારી હતા. તિવારીએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી એમએ એલએલબીનો અભ્યાસ કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું રહ્યું રાજનીતિક જીવન
સર્વપ્રથમ 1952માં પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટીનાં ધારાસભ્ય ત્યાર બાદ 1957, 1969,1974,1977, 1985,1989 અને 1991માં વિધાનસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા. ડિસેમ્બર 1985થી 1988 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. 

ચાર વખત મુખ્યમંત્રી બન્યા
પહેલી વાર 1976થી એપ્રીલ 1977, બીજી વખત 3 ઓગષ્ટ 1984થી 10 માર્ચ 1985 અને ત્રીજી વખત 11 માર્ચ 1985થી 24 સપ્ટેમ્બર 1985 અને ચોથી વાર 25 જુન 1988થી ચાર ડિસેમ્બર 1989 સુધી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી રહ્યા. 
- વર્ષ 1969, 1970, 1971-1975 સુધી નાયબ મુખ્યપ્રધાન રહ્યા હતા. 
- વર્ષ 1977-79 અને 1989-91 સુધી વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા રહ્યા.
- જુન 1980થી ઓગષ્ટ 1984 સુધી કેન્દ્રીય મંત્રિમંડળમાં મંત્રી રહ્યા. સપ્ટેમ્બર 1985થી જુન 1988 સુધી કેન્દ્રમાં ઉદ્યોગ વાણિજ્ય વિદેશ અને નાણામંત્રી રહ્યા હતા. 
- જાન્યુઆરી 1985થી માર્ચ 1985 સુધી વિધાનપરિષદનાં સભ્ય રહ્યા. 
- નવેમ્બર 1988થી જાન્યુઆરી 1990 સુધી વિધાન પરિષદનાં સભ્ય રહ્યા. 
- વર્ષ 1994માં અધ્યક્ષ પ્રદેશ કોંગ્રેસ કમિટી રહ્યા. 
- વર્ષ 1995-96માં અધ્યક્ષ ઓલ ઇન્ડિયા ઇંદિરા કોંગ્રેસ
- 2002થી 2007 સુધી ઉતરાખંડના મુખ્યમંત્રી હતા. 
- 22 ઓગષ્ટ 2007થી 26 ડિસેમ્બર 2009 સુધી આંધ્રપ્રદેશનાં રાજ્ય પાલ હતા. 

જેલમાં પણ રહી ચુક્યા છે તિવારી
સ્વતંત્રતા સંગ્રામ સેનાની એનડી તિવારી જેલમાં પણ રહી ચુક્યા છે. તેઓ બરેલી સેન્ટ્રલ જેલમાં આઝાદીની લડાઇ દરમિયાન પુરી દેવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ તેમનો છુટકારો થયો હતો.