Dr Adish Aggarwala on Hamid Ansari: પાકિસ્તાનના પત્રકાર નુસરત મિર્ઝાના ખુલાસા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ભારતીય જનતા પાર્ટીના નિશાના પર છે. ભાજપે હામિદ અન્સારી પાસે આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું તો બીજી બાજુ કોંગ્રેસે દાવો ફગાવી દીધો. આ બધા વચ્ચે ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનના અધ્યક્ષ ડો. આદિશ અગ્રવાલે કોંગ્રેસ અને હામિદ અન્સારી વિશે નવો ખુલાસો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ડો. અગ્રવાલે કહ્યું છે કે તેમણે (હામિદ અન્સારી અને કોંગ્રેસ) આતંકવાદ પર એક આંતરરાષ્ટ્રીય સંમેલન વિશે ખુલાસો નહીં કરવાનો નિર્ણય લીધો અને સરકારે આ મામલાની તપાસ શરૂ કરવી જોઈએ કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા અને જાસૂસી સંબંધિત છે. ડો. અગ્રવાલે હામિદ અન્સારી પર જાણકારી છૂપાવવાનો અને ખોટું બોલવાનો આરોપ  લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગાવ્યા આ આરોપ
ડો. આદિશ અગ્રવાલે એક નિવેદનમાં કહ્યું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે 11 અને 12 ડિસેમ્બર 2020ના રોજ વિજ્ઞાન ભવનમાં આયોજિત આતંકવાદ અને માનવાધિકારો પર ન્યાયવિદોના આંતરરાષ્ટ્રીય સંમેલનનો ઉલ્લેખ કર્યો હતો, 27 ઓક્ટોબર 2009ના રોજ ઓબેરોય હોટલ નવી દિલ્હીમાં આયોજિત જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમ દ્વારા આયોજિત આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંમેલનનો નહીં. 


તેમણે કહ્યું કે 2009ના સંમેલનમાં હામિદ અન્સારી દિલ્હી જામા મસ્જિદના શાહી ઈમામ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અને અન્ય મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો. તેમણે આરોપ લગાવ્યો કે હામિદ અન્સારી અને તેમના મિીત્ર જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમના સંમેલનમાં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝા સાથે મિત્રતા કરી રહ્યા હતા. 


ભાજપે બુધવારે હામિદ અન્સારી અને કોંગ્રેસને પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવા વિશે મીડિયા રિપોર્ટ્સ પર સ્પષ્ટીકરણ આપવાનું કહ્યું હતું. હામિદ અન્સારી એ કહ્યું હતું કે મીડિયાના કેટલાક વર્ગ અને ભાજપ દ્વારા વ્યક્તિગત રીતે તેમના પર  ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ડો. અગ્રવાલે કહ્યું કે એવું લાગે છે કે હામિદ અન્સારી અને જયરામ રમેશે સરકારી એજન્સીઓ અને જનતાને ગૂમરાહ કરવા માટે જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમના સંમેલન વિશે ખુલાસો નહીં કરવાનો નિર્ણય લીધો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube