તમિલનાડુ: માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની અટકાયત
પોર્ત ઓથોરિટીનું કહેવું છે કે તેઓ બિનકાયદેસર રીતે ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, વિદેશ મંત્રાલયે આ સમાચારો સંબંધિત સવાલો અંગે કહ્યું કે, અમે આ રિપોર્ટોની સત્યતા અંગે તપાસ કરી રહ્યા છીએ.
નવી દિલ્હી : માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબને ગુરૂવારે તમિલનાડુનાં તુતીકોરિન પોર્ટ પર કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. પોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે તેઓ બિનકાયદેસર રીતે ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વિદેશ મંત્રાલયે આ સમાચારો સંબંધિત સવાલો અંગે કહ્યું કે, અમે આ રિપોર્ટની સત્યતા અંગે તપાસ કરી રહ્યા છીએ. અહેમદ અદીબની ધરપકડ અંગે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે, અમે રિપોર્ટની સત્યતા મેળવવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ. જો અમે તેની સરકારનો સંપર્ક કરીશું અને માહિતી મેળવીશું કે શું આ રિપોર્ટ સાચા છે ?
Zomato વિવાદ: અમિત શુક્લા વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવા માટે થશે કાર્યવાહી
કર્ણાટક: સ્પીકરનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા 14 બળવાખોર ધારાસભ્યો
માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબને ભારતીય એજન્સીઓએ બિનકાયદેસર રીતે ભારતમાં ઘુસવાનાં આરોપમાં ધરપકડ કરી લીધી છે. આ ઘટના તુતીકોરિનમાં થઇ હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ આદિબને તુતીકોરિન બંદરથી તે સમયે કસ્ટડીમાં લેવામાં આવ્યા, જ્યારે તેઓ ભારતમાં દાખલ થવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ બિનકાયદેસર રીતે ભારતીય કિનારે પહોંચ્યા હતા.
ઝેર ઓકતા ફારુક-ઉમર હવે રાજ લૂંટાતુ જોઇ PM પાસે પહોંચ્યા, 35A અંગે કરી ચર્ચા
ફડવણીસ સરકારના મંત્રીનો દાવો,BJP માં જોડાવા માંગે છે વિપક્ષનાં 50 ધારાસભ્યો
અદીબને આઇબી અધિકારીઓએ કસ્ટડીમાં લીધા છે અને તે અંગે વિદેશ મંત્રાલયને માહિતીગાર કરવામાં આવી ચુક્યા છે. બીજી તરફ અદીબની ધરપકડ અંગે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમે રિપોર્ટની સત્યતા અંગે માહિતી મેળવવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ। અમે તેમની સરકારનો સંપર્ક કરીશું અને આ અહેવાલ સાચા છે કેમ ?
ICJ ના ચુકાદા બાદ પાકે જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની જાહેરાત કરી
અદીબ વિર્ગો 9 નામનાં જહાજ થકી થૂથુકુડી પહોંચ્યા હતા. જેમાં 10 લોકો બેઠાલા હતા. અદીબને ભ્રષ્ટાચારના અલગ અલગ આરોપો હેઠલ ધરપકડ કરવામાં આવી હતી અને માલદીવની જેલમાં સજા ભોગવી રહ્યા હતા. એજન્સીઓએ જો કે તે નથી જણાવ્યું કે, હાલ અદીબને ક્યાં રાખવામાં આવ્યા છે.