મુંબઈમાં કોરોનાનું XE વેરિયન્ટ મળ્યું કે નહીં? જાણો શું છે સચ્ચાઈ? BMC અને સ્વાસ્થ્ય મંત્રાલય સામસામે
આરોગ્ય મંત્રાલયે બીએમસીના દાવાઓને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે દર્દીઓના નમૂનાના જીનોમ સિક્વન્સિંગથી XE વેરિયન્ટની પુષ્ટિ કરી નથી. જ્યારે, આરોગ્ય મંત્રાલય હેઠળની કેન્દ્રીય સંશોધન સંસ્થા INSACOG ના ટોચના અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલાની ફરીથી તપાસ કરવી પડશે.
નવી દિલ્હી: કોરોનાના કેસ સમગ્ર દેશમાં ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ગઈકાલે (બુધવાર) કોરોના વાયરસના નવા વેરિયન્ટના કેસ મુંબઈમાં મળી આવતા ફરી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (MoHFW) અને BMC મુંબઈમાં કોરોનાના નવા વેરિઅન્ટ XE નો કેસ મળ્યો છે કે કેમ તે અંગે સામસામે છે.
આરોગ્ય મંત્રાલયે બીએમસીના દાવાઓને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે દર્દીઓના નમૂનાના જીનોમ સિક્વન્સિંગથી XE વેરિયન્ટની પુષ્ટિ કરી નથી. જ્યારે, આરોગ્ય મંત્રાલય હેઠળની કેન્દ્રીય સંશોધન સંસ્થા INSACOG ના ટોચના અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલાની ફરીથી તપાસ કરવી પડશે.
અમિત શાહે સંસદમાં લાલુ યાદવને ઘેર્યા, ગોધરા ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે....
મ્યુનિસિપલનો દાવો
અગાઉ બુધવારે ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો હતો કે જે 230 નમૂનાને જીનોમ સિક્વન્સિંગ હેઠળ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, તેમાંથી એક પરીક્ષણમાં નવો સબ વેરિયન્ટ XEની પુષ્ટિ થઈ છે. આ કેસના સંદર્ભમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 50 વર્ષીય મહિલા જે કોરોનાના કોઈ લક્ષણો દેખાઈ રહ્યા નથી, તેને કોરોનાના નવા સબ-વેરિયન્ટ XEથી સંક્રમિત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાને રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે. BMC અનુસાર, 'નવા વેરિયન્ટની પુષ્ટિ માટે સેમ્પલને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોમેડિકલ જીનોમિક્સ (NIBMG)ને મોકલવામાં આવશે.
નવા વેરિયન્ટ પર WHO નું નિવેદન
આ નવા વેરિયન્ટને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા જ UKમાં 'XE' વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. WHO કહે છે કે Xe સબ-વેરિઅન્ટ Omicron ના ba.2 ની તુલનામાં 10 ટકા વધુ સંક્રમણ ફેલાવે છે. WHO કહે છે કે XE મ્યુટેશનને હાલમાં Omicron વેરિયન્ટના ભાગ રૂપે ટ્રેક કરવામાં આવી રહ્યું છે.
રોજ 80 પૈસા જ કેમ વધી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમતો? જાણો તેના પાછળ સરકારનું શું છે ગણિત?
ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, શરદી, ચામડીમાં બળતરા વગેરેનો સમાવેશ થાય છે. UK આરોગ્ય વિભાગ XD, XE અને XF નો અભ્યાસ કરી રહ્યું છે. XD એ Omicron ના BA.1 પરથી ઉતરી આવ્યો છે. જો નવો વેરિયન્ટ XE જ હશે તો આ Omicron ના પેટા વેરિયન્ટ BA.2 કરતાં લગભગ 10 ટકા વધુ ચેપી અને ઘાતક હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube