મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બિહારમાં અસદુદ્દીન ઓવૈસીને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો
મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ધમાલ મચી છે.
મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ધમાલ મચી છે. અહીં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના ચાર વિધાયકો રાષ્ટ્રીય જનતા દળમાં જોડાઈ ગયા. બિહારમાં AIMIM એ ગત વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો જીતી હતી. તે રીતે તેના 5 વિધાયકો હતા. જેમાંથી 4 સભ્યોએ પાર્ટી છોડી આરજેડીમાં જોડાવવાનું નક્કી કરી લીધું તેને પગલે અસદુદ્દીન ઓવૈસીને મોટો ઝટકો લાગ્યો છે.
AIMIM ની ટિકિટથી અમૌર બેઠકથી અખ્તરુલ ઈમાન, બાયસી બેઠકથી સૈયદ રુકનુદ્દીન અહેમદ, જોકીહાટથી શાહનવાઝ આલમ અને કોચાધામનથી મોહમ્મદ ઈઝહાર અસફી, તથા બહાદુરગંજથી મોહમ્મદ અંજાર નઈમી વિધાનસભામાં પહોંચ્યા હતા. જેમાંથી ચાર ધારાસભ્યો શાહનવાઝ, મોહમ્મદ અંજાર નઈમી, મોહમ્મદ ઈઝહાર અસફી, અને સૈયદ રુકનુદ્દીન અહેમદ આરજેડીમાં સામેલ થયા. ચાર વિધાયકો આરજેડીમાં આવતા હવે આરજેડી બિહારની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
આરજેડી નેતા તેજસ્વી યાદવે પટણામાં કહ્યું કે AIMIM ના પાંચમાંથી ચાર વિધાયકો અમારી પાર્ટીમાં જોડાઈ ગયા. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. હવે બિહાર વિધાનસભામાં અમારી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube