દિલ્હીના પાલમ વિસ્તારમાં ચાર લોકોની હત્યાનો ખૌફનાક મામલો સામે આવ્યો છે. એક પરિવારના ચાર સભ્યોની હત્યા ઘરની અંદર જ ચાકૂ મારીને કરી દેવાઈ. હત્યાનો આરોપ પરિવારના જ એક યુવક પર છે. જે નશાનો આદી છે. હાલ તેની ધરપકડ કરી લેવાઈ છે. આરોપ છે કે તેણે તેના માતા-પિતા, દાદી અને બહેનને ચાકૂ મારીને મોતને ઘાટ ઉતારી દીધા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હત્યાની પાછળનો આશય શું હતો તે હજુ જાણી શકાયું નથી. આ ઘટનાને બુધવારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં અંજામ અપાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારના લોકો ગાઢ ઊંઘમાં પોઢી રહ્યા હતા ત્યારે આ યુવકે તેમને ચાકૂના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. લગભઘ 10.30 વાગે પાલમ પોલીસને એક પીસીઆર કોલ આવ્યો જેમાં લખાયું હતું કે ઉપરના માળેથી બૂમોનો અવાજ આવી રહ્યો છે. ઘટનાસ્થળે પહોંચતા પીસીઆર સ્ટાફે જોયું કે આરોપીના પરિવારના 4 સભ્યો તેમના ઘરમાં મૃત અવસ્થામાં પડેલા છે. જ્યારે આરોપી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. તેને પીસીઆર સ્ટાફ અને પરિવારના અન્ય સંબંધીઓએ પકડી લીધો. 


નશાનો આદી છે આરોપી
મળતી માહિતી મુજબ આરોપી યુવકનું નામ કેશવ (ઉંમર 25 વર્ષ) છે. આ યુવક નશાનો આદી છે અને આખો દિવસ રખડ્યા કરતો હતો. નશાની આદતના કારણે તેના પરિજનો તેને વઢતા હતા જેનાથી યુવક ખુબ નારાજ હતો. ગુસ્સામાં તેણે પરિજનોની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. 


આ વીડિયો પણ ખાસ જૂઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube