J&K: સુરક્ષાદળો આકરા પાણીએ, અથડામણમાં 4 આતંકીઓનો ખાતમો
દક્ષિણ કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ ઠાર થયા છે. પુલવામાના પુછલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ અને ત્યારબાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી.
પુલવામા: દક્ષિણ કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ ઠાર થયા છે. પુલવામાના પુછલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ અને ત્યારબાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી.
પોલીસે ચલાવ્યું સર્ચ ઓપરેશન
પોલીસને જાણકારી મળી હતી કે પુછલ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા છે અને ત્યારબાદ પોલીસ, 55RR અને CRPF ની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોની જોઈન્ટ સર્ચિંગ ટીમે જેવો સંદિગ્ધ સ્પોટને ઘેર્યો કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું અને ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ.
આતંકીઓને સરન્ડર કરવાની તક અપાઈ
પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકીઓને સરન્ડર કરવાની તક પણ અપાઈ પરંતુ તેમણે ના પાડી દીધી.
કુલગામમાં પણ મોટી કાર્યવાહી
આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આવું જ બીજું ઓપરેશન દક્ષિણ કાશ્મીરના કુલગામમાં પણ ચલાવવામાં આવ્યું હતું જેમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા.
અત્રે જણાવવાનું કે 4 આતંકીઓ માર્યા ગયા બાદ આ વર્ષે માર્યા ગયેલા કુલ આતંકીઓની સંખ્યા 71 થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube