નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચોતરફી ઘેરવાનો પ્રયાસ ચાલુ કર્યો છે. આ કડીમાં ભારતે પાકિસ્તાન આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો વડા મસુદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટેના પ્રયાસ ચાલુ કરી દીધા છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ મસુદને ગ્બોબલ આતંકવાદી જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. આ મુદ્દે ભારતે તે સમયે મોટી રાહત મળી જ્યારે મંગળવારે ફ્રાંસે કહ્યું કે, 'આગામી થોડા દિવસોમાં' ફ્રાંસ સંયુક્ત રાષ્ટ્રમાં મસુદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે એક પ્રસ્તાવ લાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાનના મંત્રીની શિયાળ લાળી: યુદ્ધ થશે તો ભારતના મંદિરોમાં ક્યારેય ઝાલર નહી વાગે

ફ્રાંસના આ પગલાને ભારતે માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિષિદ્ધ સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ અઝહરે હાલમાં જ પુલવામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી.  જેમાં 40 સીઆરપીએફ કર્મચારી શહીદ થઇ ગયા હતા.  આ બીજી વાર છે જ્યારે ફ્રાંસ સંયુક્ત રાષ્ટ્રમાં એવા કોઇ પ્રસ્તાવ માટે પક્ષ બનશે. 


જમ્મુમાં પરિસ્થિતી તંગ: રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

2017માં અમેરિકાએ બ્રિટન અને ફ્રાંસના સમર્થનથી સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતી 1267માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.જેમાં પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠનના પ્રમુખ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ પર ચીને અડંગો લગાવી દીધો હતો. એક વરિષ્ઠ ફ્રાંસીસી સુત્રએ જણાવ્યું કે, ફ્રાંસ સંયુક્ત રાષ્ટ્રમાં મસુદઅહરને આતંકવાદી યાદીમાં સ્થાન આપવા માટે એક પ્રસ્તાવનું નેતૃત્વ કરશે. આ આગામી થોડા દિવસોમાં થશે. ફ્રાંસીસી સુત્રોએ જણાવ્યું કે, ફ્રાંસના આ નિર્ણય અંગે ફ્રાંસના રાષ્ટ્રપતિએ કૂટનીતિક સલાહકાર  ફિલીપ એતિન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની વચ્ચે આજે સવારે ચર્ચા થઇ. 


પાકિસ્તાનની "મહેબુબા" કહ્યું ઇમરાન ખાનને એક તક આપવી જોઇએ

આ દરમિયાન હૂમલા મુદ્દે પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરતા ફ્રાંસીસી કૂટનીતિજ્ઞએ તે વાત અંગે જોર આપ્યું કે, બંન્ને દેશોએ પોતાનાં કૂટનીતિક પ્રયાસોમાં સમન્વય કરવો જોઇએ. પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ ગાઝી રશિદના ખાતમા બાદ સમગ્ર વિશ્વની નજર આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો વડો મસુદ અઝહર પર ટકેલી છે. 


મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં ભાજપનું AIADMK સાથે ગઠબંધન: 5 સીટો પર લડશે ચૂંટણી

પુલવામામાં થયેલા હુમલા બાદ અમેરિકાએ પણ પાકિસ્તાનનાં સખત લહેજામાં કહ્યું કે, તેઓ મસુદ અઝહરને આતંકવાદીઓની યાદીમા નાખે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જૈશ એ મોહમ્મદને પહેલા જ આતંકવાદી સંગઠન જાહેર કરી ચુક્યા છે. એવામાં તેઓ સતત પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યા છે કે તેઓ અઝહરને પણ આતંકવાદીઓની યાદીમાં નાખે.