દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય; દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતોને તમામ હોસ્પિટલમાં મળશે મફત સારવાર
Delhi High Court Landmark Judgement: દિલ્હી હાઈકોર્ટે એક ઐતિહાસિક આદેશમાં કહ્યું છે કે, બળાત્કાર, એસિડ એટેક, યૌન શોષણ અને પોક્સોના કેસમાં પીડિતોને મફત સારવાર આપવામાં આવે.
Delhi High Court News: દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, બળાત્કાર અને એસિડ એટેક જેવા કેસમાં પીડિતોને મફત સારવાર મળશે. એક ઐતિહાસિક નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, બળાત્કાર, એસિડ એટેક, સેક્સુઅલ અસોલ્ટ અને POCSOના કેસમાં પીડિતોને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો અથવા નર્સિંગ હોમમાં મફત સારવાર આપવી જોઈએ. જસ્ટિસ પ્રતિભા સિંહ અને જસ્ટિસ અમિત શર્માની બેન્ચે આ સંબંધમાં અનેક સૂચનાઓ પસાર કરી છે.
HCએ કહ્યું કે, 'સારવાર'નો અર્થ ફર્સ્ટ એડ (પ્રાથમિક સારવાર)થી લઈને તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ,જો જરૂરી પડવા પર હોસ્પિટલમાં દાખલ અને અન્ય સર્જરી, માનસિક અને ફેમિલી કાઉન્સેલિંગ સુધીનું બધું જ હશે. આનો અર્થ એ છે કે પીડિતની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક વચ્ચે દુબઈમાં થશે 'મહાસંગ્રામ'
દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
હાઈકોર્ટે કહ્યું કે, 'તમામ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારની સહાયિત અને બિન-સહાયતા પ્રાપ્ત હોસ્પિટલોની સાથે-સાથે ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, નર્સિંગ હોમને આ જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. જેથી પીડિતા/બળાત્કાર પીડિતો અને POCSO મામલામાં વગેરેમાં સર્વાઇવરને મેડિકલ ટ્રીટમેન્ટ અથવા અન્ય જરૂરી સેવાઓનો મનાઈ કરવામાં ન આવે.
'મફત સારવાર વિના પાછા ફરી શકાતું નથી'
કોર્ટે કહ્યું કે, જો આમાંથી કોઈ પણ ગુનાનો ભોગ બનનાર પીડિત કોઈપણ મેડિકલ ફેસિલિટી, લેબ, નર્સિંગ હોમ અથવા હોસ્પિટલમાં જાય છે, તો તેને મફત સારવાર વિના પરત કરવામાં આવશે નહીં. સંબંધિત મેડિકલ સંસ્થાએ તાત્કાલિક પીડિતની તપાસ કરવી પડશે અને સારવાર શરૂ કરવી પડશે. જો જરૂરી હોય તો પીડિતાની ગર્ભાવસ્થા ટેસ્ટ પણ કરી શકાય છે.
રોકાણકારો માટે મોટી તક! દેશના સૌથી મોટા ગ્રુપનો આવી રહ્યો છે IPO, ચૂકશો તો પસ્તાવો
તમામ મેડિકલ સુવિધાઓમાં મુખ્ય જગ્યાઓ પર બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે: 'યૌન ઉત્પીડન, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, એસિડ એટેક વગેરેના પીડિતો/સર્વાઈવર માટે ફ્રી આઉટ-પેશન્ટ અને ઈન-પેશન્ટ મેડિકલ સારવાર ઉપલબ્ધ છે.'
બેન્ચ POCSO કેસમાં પીડિતાના પિતાની અપીલ પર વિચાર કરી રહી હતી. પિતા પર બાળકીનું કથિત રીતે યૌન શોષણ કરવાનો આરોપ છે.