ભાટપારા : પશ્ચિમ બંગાળનાં નોર્થ 24 પરગણા જિલ્લાનાં ભાટપારામાં ફરીથી હિંસા ભડકી ઉટી છે, જેમાં અનેક લોકો ઘાયલ થઇ ચુક્યા છે.  અગાઉ હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ ભાટપારા પહોંચ્યું હતું. આ વિસ્તારમાં કલમ 144 લાગુ હોવા છતા બંન્ને પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન તણાવ: ભારત હવે ઇરાનના એરસ્પેસનો ઉપયોગ નહી કરે
ભાજપનાં આ પ્રતિનિધિમંડળમાં પશ્ચિમ બંગાળના સાંસદ એસએસ અહલુવાલિયા, સત્યપાલ સિંહ અને બીડી રામનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિ મંડળનાં વિસ્તારની મુલાકાત લીધાનાં થોડા સમય બાદ આ હિંસક ઘર્ષણ થયું હતું. જેવું કે પ્રતિનિધિમંડળ ત્યાંથી પસાર થયું બે જુથો એક ભાજપનાં નેતૃત્વવાળુ, બીજુ તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થઇ ગયું. આ દરમિયાન બંન્ને તરફથી દેસી બોમ્બ મારો કરવામાં આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. 


હલવા સેરેમની સાથે જ બજેટની તૈયારી ચાલુ, નાણામંત્રી કર્મચારીઓનું મોઢુ મીઠુ કરાવ્યું
પરિવાર સાથે પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામીણોએ કર્યું ભવ્ય સ્વાગત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે અહીં હિંસક ઘર્ષણમાં બે લોકોનાં મોત થઇ ચુક્યા છે. બીજી વખત ઘર્ષણ થવાનાં કારણે થોડા સમય પહેલા જ બેરકપુરનાં પોલીસ કમિશ્નર મનોજ વર્માએ કહ્યું હતું કે, સ્થિતી ત્યારે સંપુર્ણ કાબુમાં છે. પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે અને કલમ 144 લગાવી દેવામાં આવી છે. પોલીસે ટોળાને ભગાડી દીધું અને કેસ દાખલ કરવાનાં મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. 
પ્રેમ કે એટ્રેક્શન નહી પરંતુ આ કરવા માટે 4 માંથી 1 યુવતી ડેટ પર જાય છે !
પોલીસ ગુંડાઓને લાઠી અને નિર્દોશોને ગોળી મારે છે
મીડિયા સાથે વાતચીત દરમિયાન એસએસ અહલુવાલિયાએ કહ્યું કે, એક 17 વર્ષનાં યુવકને તે સમયે ગોળી મારી દેવામાં આવી જ્યારે તે કંઇ ખરીદવા માટે જઇ રહ્યો હતો. પોલીસે પોઇન્ટ બ્લેંક રેંજથી તેના માથામાં ગોળી મારી દીધી. એક વેંડરનું પણ ઘટના સ્થળે મોત થઇ ગયું. જ્યારે ત્રીજી વ્યક્તિ હજી પણ હોસ્પિટલમાં છે. 7 લોકોને ગોળી વાગી હતી. તેમણે કહ્યું કે, પોલીસ બદમાશોને લાઠી અને નિર્દોષો પર ગોળીનો ઉપયોગ કરે છે. તેની તપાસ થવી જોઇે. પોલીસે તેને ગોળી મારી અને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, તેમણે હવાઇ ફાયરિંગ કર્યું હતું.જો તેમણે સાચે જ આવું કર્યું હોત તો લોકોનાં શરીરમાં ગોળી કઇ રીતે ઘુસી ગઇ ? આ દુર્ભાગ્યપુર્ણ છે.