Pain Killers And Anti-Biotics Medicines Price Hike : જો તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ માટે સતત દવા આવે છે તો જાણી લેજો કે, પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં તોતિંગ વધારો થશે. 1 એપ્રિલથી 800 પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવ વધવાના છે. આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વધશે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં આવેલા ફેરફારના કારણે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. આવશ્યકની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વર્ષે એકવાર વધારવાની છૂટ હોય છે. તેથી દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવ વધ્યા હોવાથી દવાઓના ભાવમાં વધારો ઝીંકાશે. પેઈનકીલર, એન્ટિબાયોટિક્સ અને ચેપ વિરોધી દવાઓની કેટેગરીમાં આવતી અંદાજે 800 જેટલી દવાઓ 1 એપ્રિલથી મોંઘી બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં, સરકાર વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફારને અનુરૂપ ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમની કિંમતોમાં વધારો કરવાની મંજૂરી આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મળતી માહિતી મુજબ, વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગ દવાઓની કિંમતો વધારવાની માંગ કરી રહ્યો હતો.


ચૂંટણીમાં મેવાણીનો કાતિલ અંદાજ : જેને જવું હતું એ તો ગયા, આ વખતે 26-0 નહીં થવા દઈએ


કેટલો હશે ભાવ વધારો
દવા બનાવવા માટેના રો મટિરિયલના ભાવમાં 15 ટકાથી 130 ટકા સુધીનો વધારો થયો હોવાની જણાવીને તેમણે દવાના ભાવમાં વધારો માગ્યો છે. પેરાસિટામોલને રો મટિયિરલના ભાવમાં 130 ટકાનો અને સુધીનો વધારો થઈ ગયો છે. ગ્લિસરિન, પ્રૌયિલીન ગ્લાયકોલ, દવા બનાવવા માટે વપરાતા ઓરલ ડ્રોપ-ટીપાંના ભાવમાં પૈણ વધારો થશે. આ વધારો 80થી 250 ટકા સુધીનો છે. ઇન્ટરમિડિયેટ્સના ભાવમાં પણ 10 ટકાથી માંડીને 150 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. કોરોના કાળમાં બહુ જ ઉપયોગી સાબિત થયેલી એઝિથ્રોમાઈસિનના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 


ગુજરાતના આ જિલ્લાને પાણીદાર બનાવવા સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે નર્મદાનું જળ


કેટલો  ભાવ વધારો થશે?
સરકાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) માં વાર્ષિક ફેરફારને અનુરૂપ, .0055% ના વધારાને મંજૂરી આપવા તૈયાર છે. ગયા વર્ષે અને 2022 માં નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) હેઠળ દવાઓના ભાવમાં 12% અને 10% નો વિક્રમી વાર્ષિક વધારો કર્યા પછી, ફાર્મા ઉદ્યોગ માટે આ એક સામાન્ય વધારો હશે. સમાયોજિત કિંમતો રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિમાં સમાવિષ્ટ 800 થી વધુ દવાઓને આવરી લેશે. સુનિશ્ચિત દવાઓના ભાવમાં વર્ષમાં એકવાર ફેરફાર કરવાની મંજૂરી છે.


દીકરીની અગ્નિ પરીક્ષા : પિતાની અંતિમ વિધિ પતાવી બોર્ડની પરીક્ષા આપી