મુંબઈઃ ગણેશચતુર્થીના દિવસે ઘેર-ઘેર 'બપ્પા'ની સ્થાપના થઈ રહી છે. આજે સમગ્ર દેશમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં તો આ ઉત્સાવ ભારે ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. બોલિવૂડ પણ તેમાં પાછળ રહેતું નથી. ફિલ્મી સેટથી માંડીને ફિલ્મસ્ટારોના ઘર સુધી દરેક જગ્યાએ બપ્પાની સ્થાપના કરવામાં આવતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃતિ સેનન અને આર્યન આજકાલ મથુરામાં પોતાની ફિલ્મ 'લુક્કા છિપ્પી'નું શૂટિંગ કરી રહ્યા છે. આથી આ બંને ફિલ્મસ્ટારે ત્યાં પણ ગણેશ ચતુર્થીના પ્રસંગે તેમની મૂર્તી સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેમણે ફિલ્મના સેટ પર જ બપ્પાની સ્થાપના કરી છે. 



બીજી તરફ વરૂણ ધવન અને અનુષ્કા શર્માએ પણ પોતાની ફિલ્મ 'સુઈ ધાગા'ના સેટપર ઈકો ફ્રેન્ડલી બપ્પાનું સ્વાગત કર્યું હતું. ગણેશ ચતુર્થીના પ્રસંગે ગુરૂવારે આગામી ફિલ્મ 'સુઈ ધાગા- મેડ ઈન ઈન્ડિયા'ની ટીમે દોરાનો ઉપયોગ કરીને ભગવાન ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. 



માત્ર ફિલ્મી સેટ પર જ નહીં પરંતુ ફિલ્મસ્ટારોના ઘરે પણ 'સુખહર્તા-દુખહર્તા'નું રોચક અંદાજમાં સ્વાગત કરાયું હતું. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી. સંજય દત્ત પણ ગણેશજીની સુંદર પ્રતિમા ઘરે લાવ્યો હતો. 



સલમાન ખાનની બહેનો અર્પિતા ખાન શર્મા પણ દર વર્ષે પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતી હોય છે. આ વર્ષે પણ તેણે અનોખા અંદાજમાં બપ્પાનું સ્વાગત કર્યું હતું. 




ઋષિ કપૂર પણ પોતાના ઘરે બપ્પાને લઈ આવ્યા ત્યારે ખુશ-ખુશાલ જણાતા હતા. 


ઉલ્લેખનીય છે કે, ઋતિક રોશન, તુષાર કપૂર, વિવેક ઓબેરોય જેવા ફિલ્મસ્ટારો પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય છે.