Temples Destroyed by Mughals: જ્ઞાનવાપી કેસ હવે વારાણસીની જિલ્લા કોર્ટમાં છે. ગત થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ કેસને વારાણસી જિલ્લા કોર્ટને મોકલી દેવામાં આવ્યો હતો. વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી શૃંગાર ગૌરી મામલે કેસની સુનાવણી કરવા અથવા ન કરવાના મુદ્દે ગુરૂવારે સંબંધિત પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી માટે 30 મેના રોજ તારીખ નક્કી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્ઞાનવાપી કેસ બાદ ફરી એકવાર મંદિર મસ્જિદોને લઇને ચર્ચા થઇ ગઇ છે. તે જગ્યાઓની વાત થવા લાગી છે, જ્યાં ઔરંગઝેબના રાજમાં મંદિર તોડીને મસ્જિદો બનાવવામાં આવી. ઔરંગઝેબે ભારત પર 1658 થી 1707 સુધી રાજ કર્યું. તેના શાસનમાં ભારતમાં 1000 હિંદુ મંદિરોને તોડવામાં આવ્યા. ઘણા મંદિર એવા હતા, જેમને તોડીને ત્યાં મંદિર બનાવવામાં આવી.  


સોમનાથ મંદિર
સોમનાથ મંદિરને બે વાર ઔરગઝેબના શાસન તોડવામાં આવ્યું. પહેલીવાર મંદિરને 1665 માં ધ્વસ્ત કરવામાં આવ્યું. પરંતુ ઔરગઝેબને ખબર પડી કે હિંદુ ફરી ત્યાં પૂજા કરી રહ્યા છે. ત્યારબાદ તેણે સેનાને લૂંટી અને નરસંહાર કરવા મોકલ્યા. 1719 માં ઇનાયતુલ્લાએ ઔરઝેબના પત્રો અને આદેશોનું કલેક્શન બનાવ્યું હતું. તેમાં ઔરગઝેબના શાસનકાળના 1699-1704 ના વર્ષોનો ઉલ્લેખ છે. 


કાશી વિશ્વનાથ મંદિર:
1669 માં ઔરંગઝેબએ કાશી વિશ્વનાથ મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો. મંદિરને ધ્વસ્ત કરી અહીં જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી. મંદિરના અવશેષ આજે પણ પાયા, થાંભલા અને મસ્જિદની પાછળવાળા ભાગમાં જોઇ શકો છો. આજે મસ્જિદને અડીને આવેલા કાશી વિશ્વના મંદિરમાં શ્રદ્ધાળુ પૂજા કરે છે, તે પરિસરનું નિર્માણ ઇન્દોરની અહિલ્યા બાઇ હોલ્કરે 1780 માં કરાવ્યું હતું. માસીર-એ-આલમગિરીના ઇસ્લામી રેકોર્ડમાં કહેવામાં આવ્યું કે 9 એપ્રિલ, 1669 ના રોજ ઔરંગજેબે એક 'ફરમાન' જાહેર કર્યું હતું. જેમાં તમામ પ્રાંતોના ગર્વનરોને હિંદુઓની સ્કૂલો અને મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.

વિજય મંદિર
બીજામંડળ, જેને વિજય મંદિરના નામથી ઓળખવામાં આવે છે, વિદિશા જિલ્લાના મુખ્યાલયમાં સ્થિત છે. 11 મી સદીમાં બનેલા આ મંદિરને 1682 માં નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેના વિધ્વંસ બાદ મુગલ સમ્રાટ ઔરંગઝેબએ આ જગ્યા પર આલમગિરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ મસ્જિદને બનાવવામાં નષ્ટ કરવામાં આવેલી મંદિરની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


ગોલકોંડા (આંધ્રપ્રદેશ) 
ગોલકોંડા પર કબજો કરતાં ઔરંગઝેબએ અબ્દુર રહીમ ખાનને હૈદ્રાબાદ શહેરના ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યા, જેમાં હિંદુઓની પ્રથાઓ, મંદિરોને નષ્ટ કરવા અને તેમની સાઇટો પર મસ્જિદોના નિર્માણનો આદેશ આપ્યો હતો. 


કેશવમંદિર મંદિર
ઔરંગઝેબએ મથુરાના કેશવદેવ મંદિરને પણ ધ્વસ્ત કરવાનું ફરમાન આપ્યું હતું અને તેની જગ્યાએ ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી. ઔરંગઝેબે મંદિરમાંથી બધુ ધન પણ લૂંટી લીધું હતું. કેશવદેવ મંદિરને જાન્યુઆરી 1670 માં ધરાશાયે કરવામાં આવ્યું હતું. ઔરગઝેબની કાર્યવાહી રણનિતીથી પણ પ્રેરિત થઇ શકે છે, કારણ કે જે સમયે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું હતું, તે સમયે તે મથુરા ક્ષેત્રમાં બુંદેલોની સાથે સાથે સાથે જાટ વિદ્રોહની સાથે સમસ્યાઓનું સામનો કરવો પડ્યો હતો. 


સરહિંદ (પંજાબ)
સરહિંદ સરકારના એક નાનનકડા ગામમાંથે એક સિખ મંદિરને તોડી એક મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. તેના માટે એક ઇમામની નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મારી નાખવામાં આવ્યા. 


વિશેશ્વર મંદિર:
કહેવામાં આવે છે કે બનારસની મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબએ વિશેશ્વર મંદિરની જગ્યા પર કરાવ્યું હતું. તે મંદિર હિંદુઓ વચ્ચે પવિત્ર હતું. આ જગ્યા પર તે પથ્થરો વડે ઔરંગઝેબે એક ઉંચી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. બનારસની બીજી મસ્જિદનું નિર્માણ ગંગા તટ પર કોતરમાં આવેલા પથ્થરોથી કરવામાં આવ્યું હતું. આ ભારતની પ્રસિદ્ધ મસ્જિદોમાંથી એક છે. તેમાં 28 ટાવર છે, જેમાંથી એક 238 ફૂટ લાંબો છે. આ ગંગા તટ પર છે અને તેનો પાયો પાણીમાં ફેલાયેલો છે. ઔરંગજેબએ મથુરામાં પણ એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે આ મસ્જિદનું નિર્માણ ગોવિંદ દેવ મંદિરની જગ્યા પર કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube