નવી દિલ્હીઃ ભારત સરકારે મોટી કાર્યવાહી કરતા ખાલિસ્તાની અને પાકિસ્તાની પ્રોપેગેન્ડા ફેલાવનાર 20 યૂટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુપ્તચર એજન્સીઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી YouTube પર 20 ચેનલો ભારત વિરોધી પ્રચાર અને ફેક ન્યૂઝ ફેલાવનાર બે વેબસાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેનલ અને વેબસાઇટની લિંક પાકિસ્તાન સાથે હતી. તે ભારત સંબંધિત વિવિધ સંવેદનશીલ વિષયો વિશે ફેક ન્યૂઝ ફેલાવી રહી હતી. ચેનલોનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં અલ્પસંખ્યક સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત, વગેરે જેવા વિષયો પર વિભાજનકારી કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો. 


ભારત વિરોધી પ્રચાર અભિયાનની મોડસ ઓપરેન્ડીમાં ધ નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG)નો સમાવેશ થાય છે, જે પાકિસ્તાનથી ચાલે છે. કેટલીક YouTube ચેનલ એવી પણ છે જે NPG થી સંબંધિત નથી. તે ચેનલોની પાસે 35 લાખથી વધુ સબ્સક્રાઇબર છે. તેના વીડિયો 55 કરોડથી વધુ વખત જોવામાં આવ્યા છે. એનપીજીની કેટલીક યૂટ્યૂબ ચેનલ પાકિસ્તાની સમાચાર ચેનલોના એન્કર દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી. 


આ પણ વાંચો- આધારથી લિંક થઈ જશે ચૂંટણી કાર્ડ, લોકસભા બાદ રાજ્યસભામાં પાસ થયું ચૂંટણી સુધારા બિલ  


YouTube ચેનલોએ કિસાન આંદોલન અને સીએએ સંબંધિત મુદ્દા પર પણ પોસ્ટ કરી હતી. આ સિવાય અલ્પસંખ્યકોને ભારત સરકાર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની આશંકા હતી કે આ યૂટ્યૂબ ચેનલોનો ઉપયોગ પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને પણ પ્રભાવિત કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. 


મંત્રાલયે જોયું કે મોટાભાગની પોસ્ટ સંવેદનશીલ વિષયો પર હતી, જે રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્ય અને તથ્યાત્મક રૂપથી ખોટી હતી. તેનો ઉપયોગ મુખ્ય રૂપથી પાકિસ્તાનથી ભારત વિરુદ્ધ એક દુષ્પ્રચાર નેટવર્કના રૂપમાં કરવામાં આવી રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube