નવી દિલ્હી : બાળકો માટે માતા પિતા શું નથી કરતા. પરંતુ લેહના એક એવા માસૂમ બાળક અને તેના માતા પિતાની વાત સામે આવી છે જેના વિશે તમે ક્યારેય નહી સાંભળ્યું હોય. જોકે નવ  જન્મેલા એક બાળકને માંનું દૂધ નસીબ થઈ શકે તેના માટે દરરોજ લેહ (Leh) થી દિલ્હીનું 1000 કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે. માં લેહમાં છે અને બાળક દિલ્હીમાં. આખરે કેવી રીતે પહોંચે છે તેનું પોષણ તે પણ દરરોજ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિનાના માસૂમ બાળકનું અત્યારે કોઇ નામ નથી. નામ રાખવાથી વધુ તેના મા-બાપ તેની જીંદગી બચાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. આ માસૂમ પેદા થયાના બીજા દિવસે એક જરૂરી સર્જરી માટે લેહથી દિલ્હી આવી ગયા. જોકે બાળકની શ્વાસ નળી અને અન્નનળી બંને પરસ્પર જોડાયેલી હતી જેના માટે જન્મ બાદ સર્જરી એકદમ જરૂરી હતી. મા લેહમાં છે પરંતુ બાળ અત્યારે દિલ્હીની એક હોસ્પિટલમાં માતાનું દૂધ પી રહ્યું છે. 


આ સફરની તમે કલ્પના પણ કરી નહી હોય. દરરોજ સવારે બાળકના પિતા દિલ્હી એરપોર્ટ પર લેહથી આવનાર ફ્લાઇટની રાહ જુએ છે. લેહ એરપોર્ટ પર બાળકના પિતા Jikmet Wangdus ના મિત્ર કામ કરે છે. તે દરરોજ એરલાઇન્સના કર્મચારીઓની મદદથી બાળક માટે માતાનું દૂધ લેહથી દિલ્હી મોકલાવે છે. ઠીક 1 કલાક બાદ દિલ્હી એરપોર્ટ પરથી દૂધની સપ્લાઇ લઇને ઝડપથી હોસ્પિટલ પહોંચી જાય છે. 


હવે તમે વિચારતા હશો કે જ્યારે બાળકના પિતા દિલ્હીમાં તેની સાથે છે તો માતા કેમ નહી? તમને જણાવી દઇએ કે મહિલા સિઝેરિયન ડિલીવરી બાદ અસ્વસ્થ્ય થઇ ગઇ છે. એટલા માટે તેમના માટે લેહથી દિલ્હી આવવું મુશ્કેલ છે. પરંતુ તે દરરોજ 6 કલાક સતત પોતના મસોમ માટે દૂધ સ્ટોર કરે છે. 


મેક્સ હોસ્પિટલના બાળ રોગ વિશેષજ્ઞ ડોન પૂનમ સિદાનાએ જણાવ્યું કે જન્મના બીજા દિવસે જ આ માસૂમને લેહથી દિલ્હી લાવવામાં આવ્યું. તેની સર્જરી તો સફળ રહી. પરંતુ અસલી પડકાર એ હતો કે માતાનું દૂધ કેવી રીતે મળે?


એરલાઇન્સના કર્મચારી, દિલ્હીની હોસ્પિટલના ડોક્ટર, બાળકના માતા પિતા અને ઘણા અજાણ્યા મુસાફર આ બાળક માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ડોક્ટરોને આશા છે કે આગામી અઠવાડિયામાં બાળકોને તેની માતા પાસે લેહ મોકલવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube