Rule Change: આજથી દેશભરમાં લાગૂ થયા આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ખાસ જાણો
આજથી એટલે કે 1 જુલાઈ 2024થી અનેક એવા ફેરફાર થયા છે જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે. ક્રેડિટ કાર્ડથી લઈને બેંક એકાઉન્ટ, સિમ કાર્ડથી લઈને એલપીજી સિલિન્ડર સુધીમાં અનેક ફેરફાર આવ્યા છે. એટલું જ નહીં જુલાઈમાં પૈસા સંલગ્ન કેટલાક વધુ ફેરફાર થાય તેવી પણ શક્યતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં જ પૂર્ણ બજેટ રજૂ કરશે તો બીજી બાજુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન પણ પૂરી થઈ રહી છે. આઈટીઆર ફાઈલિંગ, મ્યુચ્યુઅલ ફંડ, અને ક્રેડિટ કાર્ડ્સ સંલગ્ન અનેક ફેરફાર આ મહિનામાં જોવા મળી રહ્યા છે.
Rules Change from 1st July: આજથી એટલે કે 1 જુલાઈ 2024થી અનેક એવા ફેરફાર થયા છે જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે. ક્રેડિટ કાર્ડથી લઈને બેંક એકાઉન્ટ, સિમ કાર્ડથી લઈને એલપીજી સિલિન્ડર સુધીમાં અનેક ફેરફાર આવ્યા છે. એટલું જ નહીં જુલાઈમાં પૈસા સંલગ્ન કેટલાક વધુ ફેરફાર થાય તેવી પણ શક્યતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં જ પૂર્ણ બજેટ રજૂ કરશે તો બીજી બાજુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન પણ પૂરી થઈ રહી છે. આઈટીઆર ફાઈલિંગ, મ્યુચ્યુઅલ ફંડ, અને ક્રેડિટ કાર્ડ્સ સંલગ્ન અનેક ફેરફાર આ મહિનામાં જોવા મળી રહ્યા છે.
એલપીજી ગેસ સસ્તો થયો
1 જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જો કે આ રાહત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોગ્રામવાળો બાટલો છે તેમાં આપવામાં આવી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાટલામાં ઘટેલા આ ભાવનો લાભ જે લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમને એટલે કે રેસ્ટોરન્ટ ઓનર, ઢાબાવાળા જેવા લોકોને થશે. તેમને હવે 30 રૂપિયા સસ્તો બાટલો મળશે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
સિમ કાર્ડનો નવો નિયમ
મોબાઈલ ફોન યૂઝર્સ ધ્યાન આપે કારણ કે 1 જુલાઈથી અનેક ફેરફાર થઈ રહ્યા છે. TRAI એ સિમ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ટ્રાઈએ સિમ કાર્ડ પોર્ટેબિલિટીના નિયમને બદલ્યો છે. 1 જુલાઈથી સિમ કાર્ડ પોર્ટેબિલિટીના નવા નિયમ લાગૂ થયા છે. ટ્રાઈએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમને પહેલા કરતા વધુ કડક બનાવ્યો છે. નવા નિયમ હેઠળ નંબર પોર્ટ કરવા માટે યૂઝરે પહેલા એક અરજી દાખલ કરવી પડશે અને ત્યારબાદ મોબાઈલ નંબર યૂઝર્સે પોતાની ઓળખ અને તમામ માહિતી વેરિફાય કરાવવાની રહેશે. ઓટીપી દ્વારા નંબર પોર્ટેબિલિટીની સુવિધા મળશે. નવા નિયમ હેઠળ સિમ કાર્ડ લેતી વખતે યૂઝર્સે જરૂરી ઓળખ પત્ર સાથે એડ્રસ સર્ટિફિકેટ દેખાડવું પડશે. એટલું જ નહીં યૂઝર્સે બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરાવવાનું રહેશે. એટલું જ નહીં ટ્રાઈએ લોકિંગ પીરિયડ પણ સાત દિવસ સુધી વધાર્યો છે.
રિચાર્જ મોંઘુ થયું
જુલાઈથી મોબાઈલ પર વાત કરવું મોંઘુ થશે. મોબાઈલ રિચાર્જ કરાવવા પર વધુ પૈસા આપવા પડશે. રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા, અને એરટેલે પોતાના ટેરિફ પ્લાન મોંઘા કર્યા છે.
ક્રેડિટ કાર્ડના નિયમ
1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવા નિયમો લાગૂ થયા છે. આરબીઆઈના નવા નિયમ મુજબ તમામ બેંકોએ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા કરવું પડશે. આ લિસ્ટમાં HDFC, ICICI જેવી અનેક બેંકો છે. જેમણે હજુ સુધી આ નિર્દેશોનું પાલન નથી કર્યું . હજુ સુધી ફક્ત 8 બેંકોએ જ બીબીપીએસ પર બિલ પેમેન્ટ એક્ટિવ કર્યું છે. આવામાં આ બેંકોના ગ્રાહકોને પરેશાની થઈ શકે છે જેમણે હજુ સુધી તેને એક્ટિવ કર્યું નથી.
મોંઘુ થયું ક્રેડિટ કાર્ડ
આ ઉપરાંત 1 જુલાઈથી એસબીઆઈના અનેક ક્રેડિટ કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ મળવાનું બંધ થઈ જશે. જ્યારે 1 જુલાઈથી આઈસીઆઈસીઆઈ બેંકે અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર સર્વિસ ફીમાં ફેરફાર કરતા વધારી છે. બેંકે એમરાલ્ડ પ્રાઈવેટ મેટલ ક્રેડિટ કાર્ડને બાદ ક રતા તમામ કાર્ડ્સ માટે કાર્ડ ટ્રાન્સફર ફીને 100થી વધારીને 200 કરી છે.
કામ નહીં કરે બેંક ખાતું
પંજાબ નેશનલે 30 જૂનના રોજ એવા બેંક ખાતા બંધ કરી દીધા છે જે છેલ્લા 3 વર્ષથી એક્ટિવ નથી અને તેમાં કોઈ બેંક બેલેન્સ પણ નથી. 1 જુલાઈથી એવા બેંક ખાતા કામ કરશે નહીં. બેંકે પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે 30 એપ્રિલ 2024 સુધી જે ખાતાનો ઉપયોગ કર્યે 3 વર્ષથી વધુ સમય થયો છે તેવા ખાતાને 1 જુલાઈથી બંધ કરી દેવાશે.