ગુજરાત :રાજનીતિનું બીજુ નામ મૌકા પરસ્તી છે. એટલે કે, રાજનીતિમાં લોકો તક સાધવાની શોધમાં હોય છે, જેમ તક મળે કે દાવપેચ રમાય અને આખી રાજનીતિની ચાલને બદલી દે. રાજનીતિના રંગને ગણતરીના સેકન્ડમા બદલી દેવું આ જ રાજનીતિની દેણ છે. પહેલા નેતાઓ પાર્ટીથી વફાદાર બની રહેતા હતા, તો હવે પોતાનો ફાયદાને જોતા મોટા મોટા દિગ્ગજો પણ આયારામ-ગયારામની રાજનીતિમાં સામેલ થઈ જાય છે. કેન્દ્રીય નેતૃત્વથી લઈને રાજ્ય સ્તરના નેતૃત્વમાં જેમ ચૂંટણી નજીક આવે તેમ પક્ષપલટો થતા વાર લાગતી નથી. નેતાઓ રંગ બદલતા કાચીંડાની જેમ પક્ષ બદલે છે. જેના માટે એક જ શબ્દ વપરાય છે, ‘આયારામ ગયારામ’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે પણ સરકાર બને છે, પડે છે, તો આયારામ-ગયારામ જેવા શબ્દોનો ઉલ્લેખ થાય છે. પણ શું તમને ખબર છે કે, આયારામ-ગયારામ જેવો ભારે ભરખમ શબ્દ ક્યાંથી આવ્યો છે. તો આનો જવાબ છે કોંગ્રેસનું ગર્ભગૃહ. 60ના દાયકામાં ‘લાલ’વાળા હરિયાણામાં એક લાલ હતા ગયાલાલ. હસનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. એક પછી એક ત્રણ વાળ પક્ષ બદલીને તેમણે રેકોર્ડ બનાવ્યો હતો, અને દેશને આયારામ-ગયારામ શબ્દ ગિફ્ટ તરીકે આપ્યો હતો. બસ, ત્યારથી આ શબ્દ પક્ષપલટુઓ માટે ટેગલાઈન બની ચૂક્યો છે. 


હરિયાણાની દેણ છે આયારામ-ગયારામ
આયારામ-ગયારામ શબ્દ હરિયાણાની રાજનીતિની દેણ છે. ફ્લેકશબેકમાં જઈએ તો આ ક્રાંતિકારી શબ્દની શરૂઆત હરિયાણામાં થઈ હતી, જેની પાછળ છે એક રાજકીય નેતા. એમ કહો કે પક્ષપલટુઓના પિતામહ ગયારામ છે.


કોણ છે આયારામ-ગયારામ
1967માં હસનપુરના ગયાલાલે એક દિવસમાં ત્રણવાર પાર્ટીઓ બદલીને નવો રેકોર્ડ બનાવ્યો હતો અને રાજનીતિને આયારામ-ગયારામની રાજનીતિ આપી હતી. તેઓ હસનપુર જિલ્લા પલવલથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. એક રાતમાં તેઓ કોંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા. રાતમાં જ તેઓ પરત કોંગ્રેસમાં આવ્યા હતા અને 9 કલાલમાં કોંગ્રેસમાંથી ફરી જનતા પાર્ટીમાં ગયા હતા. જ્યારે તેઓ કોંગ્રેસમાં આવ્યા તો કોંગ્રેસના નેતા રાવ બીરેન્દ્ર સિંહે કહ્યું કે, ગયારામ હવે આયારામ છે. બસ, ત્યારથી પક્ષપલટુઓ માટે ‘રામ ગયા રામ’ ટર્મ જ વપરાવા લાગ્યો. આમ, બીરેન્દ્ર સિંહનો એક ડાયલોગ આજે પણ રાજનીતિમાં મુહાવરાના રૂપે રજૂ કરવામાં આવે છે.