ચંડીગઢઃ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને જ્યાં છેલ્લા ઘણા દિવસથી સોનૂ સૂદ (Sonu Sood) ના અલગ-અલગ પાર્ટીઓમાં જવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો થોડા દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) ની સાથે સોનૂ સૂદ બેઠક કરી ચુક્યા છે. ત્યારબાદ રાજકીય દળોમાં હલચલ મચી છે. બીજીતરફ સોનૂ સૂદના બહેન માલવિકા સૂદે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા સોનૂ સૂદ?
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ આજે પંજાબના મોગા પહોંચ્યા હતા. સોનૂ સૂદે મોગામાં પત્રકાર પરિષદ કરી અને કહ્યુ કે, અમારો પરિવાર સમાજ સેવાના ક્ષેત્રની સાથે જોડાયેલો રહ્યો છે. તેમની હંમેશા એક મનોકામના રહી છે કે ગરીબો અને જરૂરીયાતમંદ પરિવારોની મદદ કરવામાં આવે. જરૂરીયાતમંદ લોકોને સારૂ શિક્ષણ અને સારી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે. 


કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે માલવિકા સૂદ?
આ તકે જ્યારે મીડિયાએ સોનૂ સૂદને સવાલ પૂછ્યો કે તેમના બહેન માલવિકા સૂદ  (Malvika Sood) ક્યાંથી અને કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે, તો તેમણે કહ્યું કે, પાર્ટીનું નામ હાલ લેવું યોગ્ય નથી અને તે જલદી પાર્ટીની જાહેરાત કરશે. 


આ પણ વાંચોઃ રશિયાએ શરૂ કરી S-400 મિસાઇલ સિસ્ટમની ડિલીવરી, ભારતની સુરક્ષામાં થશે વધારો


જ્યારે સોનૂ સૂદને તે પૂછવામાં આવ્યું કે તે ચૂંટણી કેમ લડી રહ્યા નથી તો તેમણે કહ્યું કે, મારૂ મન નથી. હાલ માત્ર મારી નાની બહેન માલવિકા સૂદ જ ચૂંટણી લડશે. સોનૂ સૂદે કહ્યુ કે, અમારો એક ઇરાદો છે કે મોગાની સાથે જોડાયેલા તમામ લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. પછી સોનૂ સૂદને પૂછવામાં આવ્યું કે, જો તમે કોઈ પાર્ટીમાં જશો તો અન્ય પાર્ટીના નેતા નારાજ થઈ શકે છે, તે તમારો વિરોધ કરી શકે છે. તેના પર સોનૂ સૂદે કહ્યુ કે, અમે બધાને સાથે લઈને ચાલીશું. તે પણ અમારા પોતાના હશે.


જ્યારે મીડિયા સોનૂ સૂદને સવાલ કર્યો કે, તમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને સાથે મુલાકાત કરી ચુક્યા છો. શું તમે અકાલી દળના અધ્યક્ષની સાથે પણ બેઠક કરશો? તેના પર સોનૂ સૂદે કહ્યુ કે, જો સુખબીર બાદલ બોલાવશે તો તેમની સાથે બેઠક કરીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube