નવી દિલ્હી: ચંદ્વ પર રહેવાની ઇચ્છા દુનિયાના મોટાભાગના લોકોની છે. તેના માટે વૈજ્ઞાનિક ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં માનવ વસવાટની સંભાવનાઓને શોધવામાં આવી રહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ હવે આ સંભાવનાઓને વધુ પ્રબળ કરી દીધી છે. તેમણે તાજેતરની શોધમાં ચંદ્વમાં ધુવીય ક્ષેત્રમાં બરફ શોધવાનો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના અનુસાર તેનાથી ચંદ્વ પણ માણસોને સરળતાથી પાણી મળશે અને ત્યાં રહેવાની આપણા લોકોની ઇચ્છા પૂરી થશે. સાથે જ મંગળ જેવા દૂર ગ્રહો પર પણ પહોંચવા માટે ચંદ્વના મુખ્ય પડાવ માટે ઉપયોગ કરવામાં આવશે. યૂનિવર્સિટી ઓફ હવાઇના વૈજ્ઞાનિકોએ આ તાજેતરની શોધ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયો છે.



ધ્રુવીય વિસ્તારોમાં શોધવામાં આવ્યો જામેલું પાણી
યૂનિવર્સિટી ઓફ હવાઇના વૈજ્ઞાનિકોએ ચંદ્વના ધ્રુવીય ક્ષેત્રોમાં પહેલીવાર જામેલું પાણી શોધવાનો દાવો કર્યો છે. તેમના અનુસાર તેમણે આ ધ્રુવીય ક્ષેત્રોમાં કાયમી પડછાયાવાળા ભાગોમાં આ જામેલા પાણીની શોધ કરી છે. તેમના અનુસાર આ જામેલુ પાણી ચંદ્વના પડછાયાવાળા ક્ષેત્રો (મૂન શેડો એરિયા)માં લગભગ 3.5 ટકા ભાગમાં હાજર છે. વૈજ્ઞાનિકોના અનુસાર બુધ અને મેરેસ જેવા નાના ગ્રહો પર પણ પાણી શોધવામાં મદદ મળી શકશે. 


પહેલા મળી હતું માટીમાં, હવે પહેલીવાર મળ્યું સપાટી પર 
વૈજ્ઞાનિકોના અનુસાર તેનાથી આ પહેલાં ચંદ્વની માટીમાં પાણી હોવાના પુરાવા મળ્યા હતા. પરંતુ તાજા રિસર્ચમાં ચંદ્વની સપાટી પર જ જામેલા પાણીની શોધ કરવામાં આવી છે. આમ પહેલીવાર થયું છે. તેમણે પોતાના શોધ પત્રમાં કહ્યું કે 'અમે ચંદ્વની સપાટી પર પાકુ જામેલું પાણી અથવા બરફની શોધ કરી છે. વૈજ્ઞાનિકોના અનુસાર ગત શોધમાં ચંદ્વ પર પાણી હોવાની વાત તો કરવામાં આવી હતી. પરંતુ તેના પર મોહર લાગી ન હતી. કારણ કે તે શોધોમાં પાણી અને હાઇડ્રોજનની વચ્ચે અંતરની જાણકારી મળી શકતી ન હતી. 


ખાસ ટેક્નિકના ઉપયોગથી મળ્યા પાણીના અખંડનીય પુરાવા
વૈજ્ઞાનિકોએ ચંદ્વના ધ્રુવીય ક્ષેત્રો પર પડછાયા વાળા ભાગમાં જામેલા પાણી અથવા બરફની શોધ કરવા માટે ખાસ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. તેમણે તેના માટે ખાસ સેટેલાઇટ દ્વારા ચંદ્વના અલગ-અલગ ભાગોની ઇમેજિંગ સ્કેનિંગ કરી. તેનાથી ચંદ્વની સપાટી, ત્યાંની માટી અને ફેલાયેલા ખનીજોમાં પાણીની હાજરીની ખબર પડી શકે. તેમના અનુસાર આ શોધમાં નિયર ઇંફ્રારેડ રિફ્લેક્ટેંસ સ્પેક્ટ્રોસ્કોપી (એનઆઇઆરએસ) દ્વારા ચંદ્વ પર પાણી હોવાની અખંડનીય પુરાવા મળ્યા. તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ દ્વારા પાણીની ઓળખ કરવામાં આવી.



ભારતના ચંદ્વયાન પાસેથી પણ મળી મદદ
વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં ભારતના ચંદ્વયાન દ્વારા એકઠા કરેલા ડેટાનો પણ ઉપયોગ કર્યો. ચંદ્વયાનના મૂન મિનરોલોજી મેપર ઉપકરણના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચંદ્વયાને ચંદ્વની મહત્વની તસવીરો લીધી હતી. જોકે 2009માં તેમની પાસેથી સંપર્ક તૂટ્યા બાદ આ અભિયાન બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તેનો એકઠો કરેલો ડેટા વૈજ્ઞાનિકોને ખૂબ કામ આવ્યો.


વસવાટ કરી શકશે કોલોની, દૂરસ્થ ગ્રહોના અભિયાન થશે સાકાર
ચંદ્વની સપાટી પર જામેલા પાણી અથવા બરફના પુરાવા મળવાથી ત્યાં માનવ વસ્તી વસાવી શકાશે. સપાટી પર પાણી હોવાના લીધે તેમને આ સરળતાથી મળી શકશે. તેમાં ત્યાં ખેતી પણ સરળતાથી થઇ શકશે. આ ઉપરાંત ચંદ્વને મંગળ ગ્રહ જેવા દૂરસ્થ અંતરિક્ષ અભિયાનો માટે મુખ્ય પડાવના રૂપમાં પણ ઉપયોગ થઇ શકશે. વૈજ્ઞાનિકો આ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં બદલી શકશે. તેનાથી રોકેટ ફ્યૂલ પણ બની શકશે.