G 20 Summit 2023 Delhi Live Updates 9 September: દુનિયાભરના મોટા નેતાઓ જી20 સમિટમાં ભાગ લેવા માટે ભારતમાં છે. આજે અને આવતી કાલે વૈશ્વિક સમસ્યાઓ પર મંથન થવાનું છે. આ કડીમાં પીએમ મોદી અનેક દ્વિપક્ષીય મંત્રણા પણ કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને દ્વિપક્ષીય બેઠક દરમિયાન સ્વતંત્રતા, લોકતંત્ર, માનવાધિકાર, સમાવેશ, બહુલવાદ, અને તમામ નાગરિકો માટે સમાન અવસરોના જોઈન્ટ મૂલ્યો પર ભાર મૂક્યો અને કહ્યું કે આ દેશની સફળતા માટે મહત્વપૂર્ણ હતા. વિદેશી મહેમાનોના સ્વાગત માટે દિલ્હીમાં ખાસ તૈયારીઓ કરાઈ છે. જી 20 સમિટના વેન્યુ ભારત મંડપમમાં નટરાજની શાનદાર પ્રતિમા લગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી20 શિખર સંમેલનમાં આજનું શિડ્યૂલ
સવારે 10.30 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી ભારત મંડપમના લેવલ 2ના સમિટ હોલમાં પહેલું સેશન વન અર્થ થશે. ત્યારબાદ વર્કિંગ લંચ હશે. બપોરે 1.30 વાગ્યાથી 3.00 વાગ્યા સુધી  ભારત મંડપમના લેવલ 1માં દ્વિપક્ષીય બેઠક થશે. 3 વાગ્યાથી 4.45 વાગ્યા સુધી ભારત મંડપમના લેવલ 2ના સમિટ હોલમાં બીજુ સત્ર વન ફેમિલી (એક પરિવાર) થશે. ત્યારબાદ નેતાઓ અને પ્રતિનિધિમંડળના પ્રમુખ હોટલ પાછા ફરશે. પછી સાંજે 7 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી ડિનર થશે. રાતે 8 વાગ્યાથી 9.15 સુધી ડિનર પર વાતચીત થશે. રાતે 9.15થી 9.45 વાગ્યા સુધી નેતાઓ અને ડેલિગેશનના પ્રમુખ ભારત મંડપમના લેવલ 2ના લીડર્સ લાઉન્જમાં ભેગા થશે. ત્યારબાદ તેઓ સાઉથ કે વેસ્ટ પ્લાઝાથી હોટલો માટે પ્રસ્થાન કરશે.



ભારત મંડપમમાં કોણાર્ક ચક્ર
જી20ના કાર્યક્રમ સ્થળ ભારત મંડપમમાં વિદેશી મહેમાનો પહોંચ્યા છે. પીએમ મોદીએ પોતે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદીના બેકગ્રાઉન્ડમાં એક ચક્ર ઊડીને આંખે વળગ્યું. બેકગ્રાઉન્ડમાં કોણાર્કનું સૂર્યચક્ર જોવા મળ્યું. પીએમ મોદી જ્યાં મહેમાનો જોડે હાથ મિલાવી રહ્યા હતાં ત્યાં જે ચક્ર જોવા મળ્યું તે ખુબ જ ખાસ છે. આ એ કોણાર્ક ચક્ર છે જેને 13મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. કોણાર્ક ચક્રનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહાદેવ-પ્રથમના શાસનકાળ દરમિયાન કરાયું હતું. 23 રેખાઓવાળું આ ચક્ર ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સામેલ છે. તે ભારતના પ્રાચીન જ્ઞાન, ઉન્નત સભ્યતા અને વાસ્તુશિલ્પ ઉત્કૃષ્ટતાનું પ્રતિક છે. કોણાર્ક ચક્ર સમયનું પ્રતિક છે. તે કાળચક્રની સાથે સાથે પ્રગતિ અને નિરંતર પરિવર્તનને દર્શાવે છે. દિલ્હી જી20 સમિટ દ્વારા ભારતીય સંસ્કૃતિને દર્શાવવાની કોશિશ છે. ભારત મંડપમની બહાર નટરાજની મૂર્તિ પણ લાગેલી છે. 



વૈશ્વિક નેતાઓનું ભારત મંડપમમાં આગમન