ઓસાકાઃ ભારતે ભાગેડુ આર્થિક ગુનેગારોનેનો ઉકેલ લાવવાની વકાલત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દાને દરેક વૈશ્વિક મંચ પર જોર-શોરથી ઉઠાવ્યો છે. જી20માં ભારતના શેરપા સુરેશ પ્રભુએ શનિવારે આ વાત કરી હતી. પ્રભુએ બેઠકમાં થયેલી ચર્ચા વિશે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું, 'અમે ભાગેડુ આર્થિક ગુનેગારો સાથે ડિલ કરવાની જરૂરીયાતને હંમેશા સામે રાખતા આવ્યા છીએ.' આ એક મજબૂત એજન્ડા રહ્યો છે. અમે કર ચોરી, ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાઓ અને દેશમાંથી ભાગનાગા ગુનેગારો પર કામ કરતા રહ્યાં છીએ. અમે આ મુદ્દા વિશે સ્પષ્ટ બોલતા આવ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું કે, વડાપ્રધાન મોદી તમામ વૈશ્વિક મંચ પર આ મુદ્દો ઉઠાવે છે. જી20 શેરપાઓની બેઠક બાદ પ્રભુએ કહ્યું, 'મને એવું લાગે છે કે એક વૈશ્વિક સમુદાય હોવાને નાતે આપણે આર્થિક અપરાધ કરનાર અને આપણા દેશમાંથી ભાગી જનારા લોકોના મુદ્દાને ઉકેલવા માટે ચોક્કસપણે કામ કરવું જોઈએ.'


તે પૂછવા પર કે ભારત ડિજિટલ અર્થવ્યવસ્થાના ઓસાકા ઘોષણાપત્રમાં કેમ સામેલ ન થયું, પ્રભુએ કહ્યું કે, તેનું કારણ જાપાનના વડાપ્રધાન શિંજો આબેને જણાવી દેવામાં આવ્યું છે. પરંતુ તેમણે કહ્યું કે, ભારત ડિજિટલ અર્થવ્યવસ્થામાં વિશ્વાસ કરે છે તથા આ એજન્ડાને પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં બેન્ક ખાતા ખોલાવવા સહિત અનેક પગલા લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ભારતમાં ડિજિટલ લેણ-દેણને લઈને એક મોટો કાર્યક્રમ છે. અમે મોટી સંખ્યામાં લોકોના બેન્ક એકાઉન્ટ ખોલ્યા છે. ઘણા વહીવટ ડિજિટલ રીતે થઈ રહ્યાં છે. 


પ્રભુએ કહ્યું કે, ભારતીય રેલમાં 8.1 અબજ યાત્રીકો દર વર્ષે યાત્રા કરે છે જેમાંથી મોટા ભાગના ડિજિટલ માધ્યમથી ટિકિટ ખરીદે છે. પ્રભુ એનડીએની પ્રથમ સરકારમાં રેલવે પ્રધાન પણ રહ્યાં છે. 


બેઠકમાં ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા અન્ય મુદ્દામાં પર્યાવરણ પરિવર્તન, સ્વચ્થ ઉર્જા, પર્યાવણર સંરક્ષણ, પર્યટન, સામાજીક સુરક્ષાની પ્રત્યે માળખાકીય પરિવર્તન અને વધતી વસ્તીને નાણાકિય લાભ પ્રદાન કરવો સામેલ રહ્યું છે. પ્રભુએ કહ્યું કે, ભારત વૃદ્ધિ માટે જરૂરી ગુણાવત્તાયુક્ત પાયાની સંચરના બદલવા પર પણ ભાર આપી રહ્યું છે.