જી20 સમ્મેલનમાં ભાગ લેવા પહોંચ્યા PM, ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્યૂનસ આયર્સમાં આયોજીત જી20 શિખર સમ્મેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય રાષ્ટ્રોનાં નેતાઓ સાથે મુલાકાત કરશે
બ્યૂનસ આયર્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે જી20 સમ્મેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટીનાના બ્યૂનસ આયર્સ પહોંચ્યા. બ્યૂનસ આયર્સ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે આર્જેન્ટીનાના ન્યાય મંત્રી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક હોટલમાં ભારતીય સમુદાયનાં લોકો સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીને જોઇએ લોકોનો ઉત્સાહ ચરમ પર હતો. આ દરમિયાન લોકોમાં વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવવા અને સેલ્ફી લેવા માટે હોડ મચેલી હતી. લકો વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી લેવા ઉપરાંત મોદી મોદીના નારાઓ પણ લગાવી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન આશરે 50 કલાક સુધી આર્જેન્ટિનામાં રોકાશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધા મોદી બુધવારે (28 નવેમ્બર) જી20 સમ્મેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના રવાના થયા હતા.
વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્યૂનસ આયર્સમાં આયોજીત જી-20 શિખર સમ્મેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય રાષ્ટ્રોનાં નેતાઓ સાથે મુલાકાત કરશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, મોદી ઇંધણ મૂલ્યોમાં અસ્થિરતાના ખતરાને તમામ લોકો સમક્ષ રાખશે અને આતંકવાદને ભરણપોષણકરવાનો મુદ્દો ઉઠાવશે. તેમણે કહ્યું કે, ડબલ્યૂટીઓને મજબુત કરવાનાં મુદ્દા પર ચર્ચા થશે.
અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધ વચ્ચે આ બેઠક થઇ રહી છે. ગોખલેએ કહ્યું હતું, અમે ઇચ્છીએ છી કે જી-20માં માત્ર વ્યાપારનો મુદ્દો ન છવાયેલો રહે, પછી તે બે દેશોની વચ્ચ હોય કે અન્ય લોકોની વચ્ચે. તેમણે કહ્યું કે, અન્ય વાત કરી અમે કોઇ પ્રકારનાં ડબલ્યુટીઓનો સુધારો કરી શકે છે જે ભારતનાં હિતોની અનુકુળ હોય. તે જી-20 બેઠકનો મુખ્ય મુદ્દો હશે અથવા નિશ્ચિત રીતે જી-20 બેઠકમાં ભારતનું વલણ રહેશે.
નવી અને આગામી પડકારોને પહોંચીવળવાની પદ્ધતીઓ પર ચર્ચા કરશે
અગાઉ બ્યૂનસ આયર્સમાં આયોજીત થનારી 13મી જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ વિશ્વનાં નેતાઓ સાથે આગામી દશકોની નવી અને આગામી પડકારોને ઉકેલવાની પદ્ધતીઓ અંગે ચર્ચા કરશે. રવાનાં થતા પહેલા ઇશ્યું કરવામાં આવેલા એક નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે, 10 વર્ષનાં પોતાનાં અસ્તિત્વમાં જી20 સ્થિર અને સતત વૈશ્વિક વૃદ્ધીને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસરત રહ્યા છે.