નવી દિલ્હી : Galwan Valley Conflict મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ 15 જૂન 2020 ના દિવસે પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈનિકોની સાથે ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ દરમિયાન ચાર નહી પરંતુ 42 સૈનિકો ગુમાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન અખબાર ધ ક્લૈક્સને ગુરવારે દાવો કર્યો કે, ચીનનાં 42 સૈનિકોનાં મોત થયા હતા. જો કે આ અંગે ભારતીય સુરક્ષા સંસ્થાઓ દ્વારા કોઇ અધિકારીક ટીપ્પણી કરવામાં નથી આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંપાદક એન્થની ક્લાનને પોતાના સંપાદકીયમાં ઉલ્લેખ કર્યો કે, સોશિયલ મીડિયા સંશોધકોનું એક જુથનો હવાલો ટાંકતા દાવો વ્યક્ત કર્યો હતો. સમાચારમાં દાવો કરવામાં આવ્યો કે, સોશિયલ મીડિયા સંશોધકોનાં એક જુથ દ્વારા અપાવાયેલા પુરાવા, જેને ધ ક્લેક્સને સ્વતંત્ર રીતે બનાવ્યો. આ દાવાનું સમર્થન કરતા અનેક પુરાવા પણ તેના દ્વારા રજુ કરાયા છે. જો કે બીજિંગ દ્વારા અધિકારીક રીતે માત્ર 4 સૈનિકોનાં મોત થયા હોવાનું જ જણાવ્યું હતું. સંશોધકોનો હવાલો ટાંકતા તેમણે કહ્યું કે, ઘાતક હિંસામાં 15 જુને એક અસ્થાયી પુલ પર ઘર્ષણ થયું હતું. 


રિપોર્ટમાં દાવો કરાયો કે, ભારતીય અને ચીની સૈન્ય અધિકારી વધી રહેલા તણાવ વચ્ચે સંકટને ઘટાડવા માટે એક બફર ઝોન અંગે સંમત થયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, બફર ઝોનનાં નિર્માણ છતા  ચીન જોનની અંદર બિનકાયદેસર બાંધકામ શરૂ કર્યું હતું. જેમાં તંબુ બનાવવા અને ડગઆઉટ બનાવવાનો સમાવેશ થાય છે અને ભારે મશીનરીના ક્ષેત્રમાં લઇ જવાયું હતું. 


અખબારનો દાવો છે કે, એક વીબો એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ કિયાંગના અનુસાર જે ક્ષેત્રમાં બાંધકામ પ્રતિબંધિત હતું ત્યાં ચીને બાંધકામ શરૂ કર્યું હતું. પીએલએ આ બફર ઝોનમાં માળખાગત ઢાંચાનું નિર્માણ કરી રહ્યું હતું. આંતરિક સમજુતીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું અને એપ્રીલ 2020 થી બફર ઝોનની અંદર પોતાના પેટ્રોલિંગની સીમા વધારવાનો પ્રયાસ કરી રહ્યું હતું. 


6 જુને 80 પીએલએલ સૈનિક પુલને તોડવા આવ્યા અને લગભગ 100 સૈનિકો તેની રક્ષા માટે આવ્યા. રિપોર્ટનો હવાલો ટાંકતા પેપરમાં કહેવાયું કે, 6 જુને ગતિરોધ દરમિયાન બંન્ને પક્ષના અધિકારીઓએ બફર જોન લાઇનને પાર કરનારા તમામ કર્મચારીઓને પરત લેવા અને લાઇનને પાર કરનારી તમામ સુવિધા નષ્ટ કરવા અંગે સંમત થયા હતા. જો કે ચીને સમજુતીનો ભંગ કર્યો હતો. પોતાના માળખાનો નાશ કરવાના બદલે ભારતીય સેનાએ બનાવેલા પુલને ગુપ્ત રીતે ધ્વસ્ત કર્યો હતો. ત્રણ દિવસ બાદ 15 જુને કર્નલ સંતોષ અને તેના સૈનિકો પરત ફરી ગયા. ચીની સેનાનું નેતૃત્વ કર્નલ ક્યુઇ ફાબાઓ કરી રહ્યા હતા. 


રિપોર્ટમાં દાવો કરાયો કે કર્નલ સંતોષ બાબુ પોતાના સૈનિકો સાથે ચીની અતિક્રમણ હટાવવાના પ્રયાસમાં રાત્રે ગલવાન ઘાટીમાં વિવાદિત ક્ષેત્રમાં ગયા. જ્યાં કર્નલ ફ્યૂઇ ફાબાઓ લગભગ 150 સૈનિકોની સાથે હાજર હતા. તેમાં કહેવાયું છે કે, ફાબાઓએ 6 જણની બેઠકમાં આંતરિક સંમતી સાધવાના બદલે પોતાના સૈનિકોને યુદ્ધનો આદેશ આપ્યો. જે ક્ષણે કર્નલ ફાબાઓએ હુમલો કર્યો, તત્કાલ ભારતીય સેનાના સૈનિકોએ ઘેરી લીધા હતા. 


તેને બચાવવા માટે પીએલએ બટાલિયન કમાન્ડર ચેન હોંગજુન અને સૈનિક ચેન જિયાનગ્રોંગે ભારતીય સેનાના ઘેરામાં પ્રવેશ કર્યો અને ભારતીય સૈનિકો સાથે સ્ટીલ પાઇપ, લાઠી અને પથ્થરનો ઉપયોગ કરીને કમાન્ડરથી બચવા માટે કવર આપવા માટે શારીરિક ઘર્ષણ શરૂ કરી દીધું. લડાઇમાં ભારતીય કર્નલ સંતોષ બાબુ શહીદ થઇ ગયા. અનેક વીબો યુઝરનો હવાલો ટાંકતા અખબારે કહ્યું કે, વાંગની સાથે ઓછામાં ઓછા 38 સૈનિકોના મોત થયા. જો કે વાંગ સહિત માત્ર 4 અધિકારીઓનો જ સમાવેશ થાય છે. ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા.