નવી દિલ્હીઃ સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે વર્ષ 2021ના ગાંધી શાંતિ પુરસ્કાર ગીતા પ્રેસ ગોરખપુરને આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધી શાંતિ પુરસ્કાર મહાત્મા ગાંધીની 125મી જયંતિના અવસર પર મહાત્મા ગાંધી દ્વારા બનાવવામાં આવેલા આદર્શોને શ્રદ્ધાંજલિના રૂપમાં આપવામાં આવે છે. આ 1995માં ભારત સરકાર દ્વારા સ્થાપિત એક વાર્ષિક પુરસ્કાર છે. ગાંધી શાંતિ પુરસ્કાર રાષ્ટ્રીયતા, નસ્લ, ભાષા, જાતિ, પંથ કે લિંગથી અલગ ગમે તેને આપી શકાય છે. ગાંધી શાંતિ પુરસ્કારમાં 1 કરોડ રૂપિયાની રકમની સાથે એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની અધ્યક્ષતાવાળી જ્યુરીએ ગીતા પ્રેસની પસંદગી કરી
સાંસ્કૃતિક મંત્રાલયે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની જ્યુરીએ 18 જૂન, 2023ના રોજ ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વસંમતિથી ગીતા પ્રેસ, ગોરખપુરને વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો હતો. આ એવોર્ડ અહિંસક અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા રાજકીય, સામાજિક, આર્થિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.


આ પણ વાંચોઃ આ ફૂલની ખેતી તમને બનાવી શકે છે કરોડપતિ! કમાણી કરવાનો સૌથી સરળ રસ્તો


આ સંગઠનોને મળી ચુક્યો છે ગાંધી શાંતિ પુરસ્કાર
નોંધનીય છે કે આ પહેલા ગાંધી શાંતિ પુરસ્કાર ઇસરો, રામકૃષ્ણ મિશન, બાંગ્લાદેશની ગ્રામીણ બેન્ક, વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, અક્ષય પાત્ર, બેંગલુરૂ, એકલ અભિયાન ટ્રસ્ટ, ભારત અને સુલભ ઈન્ટરનેશનલ, નવી દિલ્હી જેવા સંગઠનોને મળી ચુક્યો છે. 


આ વિદેશી હસ્તિઓને પણ મળ્યો છે પુરસ્કાર
આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડો. નેલ્સન મંડેલા, તાન્ઝાનિયાના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.જુલિયસ ન્યરેરે, ડો.એ.ટી. અરિયારત્ને, સર્વોદય શ્રમદાન ચળવળ, શ્રીલંકાના સ્થાપક પ્રમુખ, ડૉ. ગેરહાર્ડ ફિશર, ફેડરલ રિપબ્લિક ઑફ જર્મની, બાબા આમટે, ડૉ. જોન હ્યુમ, આયર્લેન્ડ, ચેકોસ્લોવાકિયાના ભૂતપૂર્વ પ્રમુખ વેક્લેવ હેવેલ, દક્ષિણ આફ્રિકાના આર્કબિશપ ડેસમન્ડ ટુટુ, શ્રી ચંડી પ્રસાદ ભટ્ટ અને યોહી સાસાકાવા, જાપાનને પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તાજેતરના પુરસ્કારોમાં સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈદ, ઓમાન (2019) અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાન (2020), બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube