ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના પરિપ્રક્ષ્યથી આજનો દિવસ ખુબ જ મહત્ત્વનો કહી શકાય. કારણકે, આઝાદી પહેલાં એક સમયે એવો હતો કે, વર્ષ 1922 માં મહાત્મા ગાંધી પોતાના કેસની ગ્રેટ ટ્રાયલના ભાગરૂપે એક બ્રિટિશ જજની સામે ઉભા હોય છે. એ વખતે ગાંધીજીને બ્રિટિશ સરકાર વિરુદ્ધ યંગ ઇન્ડિયામાં લખેલા ત્રણ લેખ બદલ રાજદ્રોહનો સામનો કરવો પડ્યો હતો. એ વાતને આજે 100 વર્ષ વીતી ચૂક્યા છે. અને આજે 1922 થી 2022 એટલેકે, 100 વર્ષ બાદ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અમદાવાદ ખાતે આવેલાં સાબરમતી આશ્રમ ખાતે મહત્મા ગાંધીજીની પ્રતિમા સામે હાથ જોડીને ઉભા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટિશ પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમ ખાતે રેટિંયો કાંતીને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને વંદન કર્યાં હતાં. ઉલ્લેખનીય છેકે, જ્હોનસન એજ અંગ્રેજોના પ્રતિનિધિ છે જેમણે ભૂતકાળમાં આપણાં દેશ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. અને અંગ્રેજોથી દેશને આઝાદ કરાવવા ગાંધીજીએ ભીડું ઝડપ્યું હતું. તેથી જ આજે દુનિયાભરમાંથી આવતા મહાનુભાવો ગાંધીજીની અહિંસક લડત અને હિંમતના કાયલ થઈ જાય છે. અને જ્યારે પણ ગુજરાત આવે ત્યારે અમદાવાદની અચૂક મુલાકાત લઈને ગાંધીજીને વંદન કરવાનું ચુકતા નથી.


આજે બ્રિટનના PM બોરિસ જોનસન અમદાવાદ આવી ગયા છે. ગુજરાતની મુલાકાત લેનારા તેઓ પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેમના આગમન સમયે અનોખો યોગાનુયોગ સર્જાયો છે. આ સંયોગ ગાંધીજીની ઐતિહાસિક - ધ ગ્રેટ ટ્રાયલ - સાથે જોડાયેલો છે.
100 વર્ષ પહેલાં 1922માં માર્ચ મહિનામાં જ રાજદ્રોહના આરોપસર ગાંધીજીને અમદાવાદના શાહીબાગના સર્કિટ હાઉસમાં 6 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. 


બ્રિટિશ સરકાર વિરુદ્ધ યંગ ઇન્ડિયામાં લખેલા ત્રણ લેખ બદલ ગાંધીજીને રાજદ્રોહનો સામનો કરવો પડ્યો હતો. 1922માં ચાલેલા આ કેસમાં મહાત્મા ગાંધી સેશન્સ જજ બ્રૂમફિલ્ડની સામે ઊભા હતા. આ ઐતિહાસિક ખટલાનાં 100 વર્ષ બાદ આજે સાબરમતી આશ્રમ ખાતે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન મહાત્મા ગાંધીજીને અંજલિ આપશે. આ ગજબનો સંયોગ ત્યારે બની રહ્યો છે જ્યારે દેશમાં પ્રધાનમંત્રી પણ ગુજરાતી છે અને બ્રિટિશ પ્રધાનમંત્રી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે.