Ganesh Chaturthi 2022: ગણેશ ભગવાનને રિદ્ધિ સિદ્ધિ અને સુખોના પ્રદાતા માનવામાં આવે છે. તેમની પૂજાથી જીવનમાં ચાલી રહેલા સંકટોનો નાશ થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. આથી દર વર્ષે ભાદરવા સુદ ચોથની તિથિ ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. જ્યોતિષીઓનું માનીએ તો આ વખતે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ બાદ અદભૂત સંયોગ બની રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસત્ર મુજબ ગણેશ ચતુર્થી પર આ વર્ષે એ તમામ યોગ બની રહ્યા છે જે ગણપતિના જન્મ સમયે બન્યા હતા. શાસ્ત્રો મુજબ દેવી પાર્વતીએ પોતે જાતે માટીના ગણેશ બનાવીને તેમાં પ્રાણ પૂર્યા હતા. માતા પાર્વતીએ આ ચમત્કાર બુધવાર, ચતુર્થી તિથિ અને ચિત્રા નક્ષત્રમાં કર્યો હતો. સંયોગવશ આ વર્ષે પણ એ જ યોગ બની રહ્યા છે. જેના કારણે ગણેશ મહોત્સવ ખાસ બની ગયો છે. આ વખતે ગુરુ ગ્રહની સ્થિતિથી લંબોદર યોગ પણ બની રહ્યો છે. જે ભગવાન ગણેશનું જ એક નામ છે. આ સાથે જ વીણા, વરિષ્ઠ, ઉભયચરી અને અમલા નામના 5 રાજયોગ પણ બની રહ્યા છે. 


300 વર્ષ બાદ અદભૂત સંયોગ
આ વર્ષે ગણેશ મહોત્વસ દિવસ બુધવાર 31 ઓગસ્ટથી લઈને શુક્રવાર 9 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. આ દરમિયાન પૂરા દસ દિવસ સુધી ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે રહેશે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે પણ આ વખતે ગણેશ ચતુર્થી પર એક વિશેષ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ચાર પ્રમુખ ગ્રહ પોત પોતાની રાશિમાં બિરાજમાન રહેશે. સૂર્ય સિંહ રાશિમાં, બુધ કન્યા રાશિમાં, ગુરુ મીન રાશિમાં, અને શનિ મકર રાશિમાં રહેશે. ગણેશ ચતુર્થી પર ગ્રહોનો આવો સંયોગ 300 વર્ષ બાદ બન્યો છે. 


કેવી રીતે કરશો ગણેશની પૂજા
ગણેશ ચતુર્થી પર આ દુર્લભ સંયોગ વચ્ચે ભગવાન ગણેશની પૂજા અર્ચના ખુબ ફળદાયી રહેશે. આ દિવસા સાચા ભાવથી ભગવાન ગણેશની પૂજા કરનારાઓના મનની દરેક ઈચ્છા પૂરી થાય છે. ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની એક પ્રતિમા સ્થાપિત કરો. તેમને લાડુ અને મોદકનો ભોગ લગાવો. ભગવાનને લાલ અને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો. ભગવાન ગણેશને દુર્વા પણ ખુબ પ્રિય છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થી પર ગણપતિના ચમત્કારી મંત્રોનો પણ જાપ કરો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)