પણજી : ગોવામાં ચોંકાવનારી ગેન્ગરેપની  ઘટના બની છે. દક્ષિણ ગોવાના ફેમસ સેર્નાબતિમ બીચ પર બોયફ્રેન્ડની સાથે ફરી રહેલી 20 વર્ષીય યુવતી પર ત્રણ શખ્સોએ ગેન્ગરેપ કર્યો છે. આ વર્ષે જ ગોવાના બીચ પર એક વિદેશી યુવતીનો રેપ થયો હતો ત્યારે ફરી આવી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર અડધી રાત્રે ચમકતી વીજળી જેવી : અમિત શાહે બાંધ્યા પ્રસંશાના પુલ


પોલીસે આ મામલામાં ત્રણમાંથી બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. આ ત્રણેય આરોપી મધ્ય પ્રદેશના ઇન્દોરના રહેવાસી  હતા. આ ત્રણમાંથી 23 વર્ષના સંજીવ ધનંજય અને રામ સંતોષ ભારિયાની ધરપકડ થઈ ગઈ છે જ્યારે ત્રીજો આરોપી ફરાર છે. પોલીસે માહિતી આપી છે કે આ ત્રણેય ગોવા ફરવા ગયા હતા. 


ફરિયાદ પ્રમાણે આરોપીઓએ પ્રેમી યુગલને બીચ પર રોક્યું હતું અને કપલનાં કપડાં ઉતરાવ્યાં હતાં. તેમની નગ્ન હાલતમાં તસવીરો ખેંચી રૂપિયા માંગ્યા હતા. બાદમાં ત્રણેય નરાધમોએ તેના પ્રેમીની સામે જ પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે ગેંગરેપની ફરિયાદ નોંધી પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી હતી.