બુલેટ પ્રૂફ કારમાં જતો હતો આ ગેંગસ્ટર, લખનઉમાં થઇ હત્યા,મોત પાછળ ગર્લફ્રેંડ!
લખનઉ (Lucknow)ના વિભૂતિ ખંડ પોલીસ મથકના કઠૌતા ચોક પર ગેંગવોરમાં અજીત સિંહ હત્યાકાંડમાં પોલીસની શંકાની સોંઇ હવે અજીતના સૌથી ખાસ મોહર સિંહ અને અજીતની ગર્લફ્રેંડ પર છે. જે ઘટનાના સમયે અજીત સિંહ સાથે ગાડીમાં હતા.
લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Lucknow)માં બુધવારે રાત્રે ગેંગસ્ટર અજીત સિંહ (Ajit Singh) ની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અજીત આઝમગઢના પૂર્વ ધારાસભ્ય સીપૂ સિંહ હત્યાકાંડનો સાક્ષી હતો અને હંમેશા બુલેટ પ્રૂફ ગાડીમાં જ જતો હતો. હવે પોલીસ હત્યાને ગેંગવોર સાથે જોડીને જોઇ રહી છે.
લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર
ગર્લફ્રેંડ પર શંકાની સોઇ
લખનઉ (Lucknow)ના વિભૂતિ ખંડ પોલીસ મથકના કઠૌતા ચોક પર ગેંગવોરમાં અજીત સિંહ હત્યાકાંડમાં પોલીસની શંકાની સોંઇ હવે અજીતના સૌથી ખાસ મોહર સિંહ અને અજીતની ગર્લફ્રેંડ પર છે. જે ઘટનાના સમયે અજીત સિંહ સાથે ગાડીમાં હતા.
ગોળીબારી બાદ ભાગી છોકરી
પોલીસના અનુસાર છોકરીને કસ્ટડીમાં લઇ લેવામાં આવી છે અને મોબાઇલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળીબારી વખતે અજીતની મહિલા મિત્ર ગાડીમાં જ હતી, પરંતુ તે પછી ભાગે ગઇ.
Kashmir માં ભારે હિમવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલા માટે Indian army કેવી રીતે બની દેવદૂત, જુઓ તસવીરો
છોકરી સાથે પૂછપરછ કરી રહી છે પોલીસ
લખનઉ ક્રાઇમ બ્રાંચની ટીમ અજીત સિંહની ગર્લફ્રેંડ અને મોહર સિંહ સાથે પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી તપાસમાં ખબર પડી છે કે અજીત સિંહ પોતાની ગર્લફ્રેંડ અને મોહર સિંહની સાથે ભોજન માટે દયાળ પૈરાડાઇઝ ચોક તરફ જઇ રહી રહી હતી, પરંતુ અચાનક રસ્તામાં અજીતે કહ્યું કે પહેલાં કઠૌતા ચોકથી હુક્કો ખરીદી લઇએ અને પછી ભોજન કરવા જઇશું.
મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન
ધાત લગાવીને બેઠેલા શૂટરોએ કર્યો હુમલો
કઠૌતા ચોક જવાની વાત ફક્ત ત્રણ લોકોને ખબર હતી, પરંતુ જેવા જ અજીત સિંહ કઠૌતા ચોક પર પહોંચ્યા, ત્યાં પહેલાંથી જ ઘાત લગાવીને બેઠેલા ત્રણ શૂટરોએ અજીત પર તાબડતોડ ફાયરિંગ કર્યું. અજીતને લગભગ 8 ગોલીઓ વાગી અને મોહર સિંહના પગમાં ગોળી વાગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube