મુંબઇથી દિલ્હી જઇ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાંથી કોરોના સંક્રમિત 4 મુસાફરોને ઉતાર્યા
દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra) છે. અહીં અત્યાર સુધી કોરોનાના 42 કેસ સામે આવ્યા છે. મુંબઇથી દિલ્હી જઇ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાંથી કોરોના સંક્રમિત 4 મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પર ગાડી અટકાવીને આ ચારેય મુસાફરોને ઉતારવામાં આવ્યા છે. ક
હર્ષદ પાટીલ, પાલઘર: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra) છે. અહીં અત્યાર સુધી કોરોનાના 42 કેસ સામે આવ્યા છે. મુંબઇથી દિલ્હી જઇ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાંથી કોરોના સંક્રમિત 4 મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પર ગાડી અટકાવીને આ ચારેય મુસાફરોને ઉતારવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુસાફરો મુંબઇથી સુરત જઇ રહ્યા હતા. તેમના હાથ પર કોરોના સંક્રમણના લીધે આઇસોલેશનમાં રાખવાનો સિક્કો પણ લગાવેલો હતો. હેલ્થ ડિપાર્ટમેન્ટની ટુકડીએ તેમની તપાસ કરી છે. ત્યારબાદ એક ખાનગી વાહન મારફતે તેમને મૂળ સ્થાન પર મોકલવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર તેમની સારવાર માટે કડક પગલાં ભરી રહ્યા છે. મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ પણ લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ શરૂ કરી દીધું છે. ખુલ્લેઆમ રસ્તા અને સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર લગાવ લગાવવા માટે BMCએ તેના પર દંડ લગાવવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ એક સંક્રમણ બિમારી છે જે દર્દીને ખાંસી, છિંક, થૂંકવાથી ફેલાઇ શકે છે. સાવધાની તરીકે BMC સાર્વજનિક સ્થળો પર થૂંકવાને લઇને એક હજાર રૂપિયાનો દંડ ફટકારી રહી છે. એવામાં ફક્ત કોરોના જ નહી પરંતુ અન્ય બિમારીઓને ફેલાતા રોકી શકાય છે.
કોવિડ-19 : મહારાષ્ટ્રમાં કેસમાં વધીને 42 થયા
એક મહિલા જેણે પૂર્વમાં ફ્રાન્સ અને નેધરલેન્ડની યાત્રા કરી હતી, તેમાં કોરોના વાયરસ પરીક્ષણ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ બુધવારે સવાર સુધી મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને 42 થઇ ગઇ છે. એક અધિકારીએ જણાવવામાં આવ્યું કે આ મહિલાને ગત થોડા દિવસોથી અલગ-અલગ રાખવામાં આવ્યા હતા અને અજે તેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
મહિલાની અહીં નાયડૂ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે. રાજ્યમાં મંગળવારે કોવિડ-19થી મુંબઇના કસ્તૂરબા હોસ્પિટલમાં એક 63 વર્ષીય બુજુર્ગનું મોત નિપજ્યુંનિપજ્યું હતું, મૃતકોને થોડા દિવસ પહેલાં દુબઇની યાત્રા કરી હતી. જોકે તેની પત્ની અને પુત્રમાં પણ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને તેમની સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube