નવી દિલ્હી : GATE 2020 Schedule: ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હી દ્વારા આગામી વર્ષે લેવાનાર ગેટ 2020 પરીક્ષાનું (Gate 2020 Exam) સમયપત્રક જાહેર કર્યું છે. ગેટ 2020 પરીક્ષા (Gate Exam) માટે આ વર્ષે અંદાજે 8.6 લાખ પરીક્ષાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન આ પરીક્ષા લેવાશે. 25 વિષય માટે વિવિધ 8 સેશનમાં આ પરીક્ષા લેવાશે. આઇઆઇટી દ્વારા આ પરીક્ષા સમયપત્રક જાહેર કરાયું છે. આગામી વર્ષે ફેબ્રુઆરી માસમાં 1, 2, 8 અને 9 ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષાર્થીઓ વધુ આ અંગે www.iitd.ac.in પરથી વધુ વિગતો મેળવી શકશે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ આગામી 3 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એંજિનિયરીંગ પરીક્ષામાં મેળવેલ સ્કોરને આધારે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરૂ અને અન્ય મુંબઇ, દિલ્હી, ગુવાહાટી, કાનપુર, ખડગપુર, મદ્રાસ અને રુરકી સહિત સાત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં (IIT) પ્રવેશ માટે ધ્યાનમાં લેવાય છે. 


GATE 2020 EXAM Schedule
1 ફેબ્રુઆરી : (9.30 am to 12.30 pm) IN, ME1, MT, PE, PH


1 ફેબ્રુઆરી : (2.30 pm to 5.30 pm): CY, ME2, PI


2 ફેબ્રુઆરી : (2.30 pm to 5.30 pm): CY, ME2, PI


2 ફેબ્રુઆરી : (9.30 am to 12.30 pm): AR, BM, BT, CH, MA, MN, ST, XE, XL


2 ફેબ્રુઆરી : (2.30 pm to 5.30 pm): AE, AG, EC, GG


8 ફેબ્રુઆરી : (9.30 am to 12.30 pm): EE, EY, TF


8 ફેબ્રુઆરી : (2.30 pm to 5.30 pm): CS


9 ફેબ્રુઆરી : (9.30 am to 12.30 pm): CE1


9 ફેબ્રુઆરી : (14.30 pm to 5.30 pm): CE2


અહો વૈચિત્ર્યમ ! કર્ણાટકમાં ચોરી રોકવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત પહેરાવ્યા ખોખા ...!!!


તમને જણાવીએ કે દેશમાં ગેટ પરીક્ષાનું ઘણું મહત્વ છે. ગેટ સ્કોરના આધારે દેશની ઉચ્ચત્તમ ટેકનોલોજીની સંસ્થાઓમાં M.Tech કોર્સમાં પ્રવેશ મળે છે. ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે તો ધ્યાનમાં લેવામાં આવે છે. સાથોસાથ પબ્લિક સેક્ટરમાં નોકરી ભરતી માટે પણ ધ્યાને લેવામાં આવે છે. આપને એ પણ જણાવીએ કે ગેટ પરીક્ષાનું પરિણામ ત્રણ વર્ષ સુધી ધ્યાનમાં લેવાય છે. 


મેડિકલમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર, જાણવા માટે કરો ક્લિક


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube